Abtak Media Google News

ગુજરાતનાં યુવાનોએ સૌ પ્રથમ આ શિખર સર કરવાનો કિર્તીમાન બનાવ્યો

ભારતમાં મોખરાનું સ્થાન ધરાવતી અમદાવાદની ઇન્વીઝીબલ સંસ્થાના નેતૃત્વ હેઠળ ગુજરાતનાં યુવાનો પર્વતારોહણ માટે જોડાયેલા હતા.  આ કેમ્પ હિમાચલ પ્રદેશના પિરપંજાલ શ્રેણીમાં આવેલ ૧૬૭૦૦ ફુટ ઉંચાઇએ આવેલ જગતસુખ શિખર ખાતે યોજાયેલ હતો. આ કેમ્પમાં કુલ ૩૭ લોકો જોડાયેલા હતા જેમાંથી ર૪ લોકો આ શિખર સર કરી ગર્વ ભેર તિરંગો લહેરાવેલ હતો.

આ પર્વતારોહણમાં રાજકોટનાં ત્રણ યુવકોએ ભાગ લીધેલ જેમાં સોરઠીયા રાજપુત વુમન્સ ફેડરેશનના પ્રમુખ ઇલાબેન ખેરના પુત્ર જય ખેર તથા ભૌમિક ભારડીયા અને નિરવ મોણપરા સામેલ હતા અને સૌ પ્રથમ તેઓએ આ શિખર સર કરેલ હતું. તો સાથે સાથે રાજકોટની ટીમમાં પુજા જોષી આ શીખર સર કરનાર એકમાત્ર મહિલા પર્વતારોહી બન્યા. આ શિખર સર કરવામાં ૧પ૦૦૦ ફુટની ઉંચાઇએ રોકાણ કરવું પડતું અને ત્યારનું તાપમાન માઇનસ ૧૦ ડીગ્રી સુધી રહેતું હતું. આવા કપરી પરિસ્થિતિમાં પણ રાજકોટના યુવાનો હિંમતભેર શીખર સર કરી રાજકોટનું નામ રોશન કરેલ છે.

આ શિખર સર કરવા છેલ્લા ત્રણ મહીનાથી સઘન તૈયારી કરી રહ્યા હતા. દરરોજ પ કી.મી.નું રનીંગ, માલ સામાન ચઢ ઉતારની તાલીમ, ટ્રેડીંગ અને પર્વતારોહણના અનુભવી તજજ્ઞોનું માર્ગદર્શન, વિડીયો દ્વારા ટેકનીકલ તાલીમ લઇને જ આ કાર્ય સફળ બનેલ છે.

આ કેમ્પનું સફળ સંચાલન ઇન્વીઝીબલના અનુભવી પર્વતારોહી રૂષીરાજ મોરીના નેતૃત્વમાં રાખવામાં આવેલ, જેઓએ ૮ વખત શિખર આરોહણનો અનુભવ હતો. આ અગાઉ પણ ગંગોત્રી-૩ શિખર ઉપર ર૧૬૦૦ ફુટ ઉંચાઇ આરોહણ કરવાનો કિર્તીમાન એમના નામે બોલે છે. આ તકે સોરઠીયા રાજપુત યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ, વિરલ રાઠોડ, ગૌરવ ચૌહાણ, મિલન પરમારે શુભેચ્છાઓ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.