એચ.એન.શુકલ કોલેજ દ્વારા શનિવારે ‘યૌવન વીંઝે પાંખ’ વિષયક વકતવ્ય

193

રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે ખાસ ઉપસ્થિત રહેશે

પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં જય વસાવડા વિદ્યાર્થીઓને વકતવ્ય આપશે

એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આગામી શનિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રાઈઝ ડીસ્ટ્રીબ્યુશન અને એકસ્પર્ટ ટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યૌવન વીંઝ પાંખ પર પ્રખર વકતા જય વસાવડા વિદ્યાર્થીઓને વકતવ્ય આપશે. સાથો સાથ રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે ખાસ ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમમાં એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ક્રમાંક મેળવેલ હોય તેમજ કોલેજમાં રેન્ક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આશવે. દરેક શાખામાંથી (બી.કોમ, બીબીએ, એમએસસી.આઈટી, બીસીએ, બીએસસીઆઈટી, પીજીડીસીએ, એલએલબી, બી.એ., બી.એડ) બેસ્ટ સ્ટુડન્ટના એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. તેમજ જે વિદ્યાર્થીઓ ખેલકુદ, રમત-ગમત, યુથ ફેસ્ટિવલ તથા અન્ય ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ હોય અને એચ.એન.શુકલ કોલેજનું નામ રોશન કર્યું હોય તેને પણ સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે યુથમાં ફેમસ એવા લેખક જય વસાવડા પોતે વિદ્યાર્થીઓને યૌવન વીંઝે પાંખ ઉપર પોતાના વિચાર રજુ કરશે અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. મુખ્ય મહેમાન તરીકે રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહ્યા છે. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજમાં વિદ્યાર્થી સન્માન સમારંભ અને એકસપર્ટ ટોક સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી, ટ્રસ્ટી સંજયભાઈ વાઘર, ટ્રસ્ટી પિયુષભાઈ વાઘરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડ ઓ પ્રો.કરિશ્મા ‚પાણી, પ્રો.શ્રદ્ધા કલ્યાણી, પ્રો.જયેશ પટેલ, પ્રો.મયુર વ્યાસ, પ્રો.વિશાલ રાણપરા, પ્રો.બિજેશ પટેલ, પ્રો.હિરેન મહેતા, પ્રો.મિતલ સામાણી, ડો.અમીષા ઘેલાણી તથા દરેક સંસ્થાના તમામ ફેકલ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...