Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, કારતક સુદ ૭ એટલે કે તા.૧૪ નવેમ્બર, ૧૭૯૯ના રોજ વીરપુરની ધરતી પર જન્મેલ અને અન્નદાન એ શ્રેષ્ઠ દાનના મંત્રને વરેલા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપા કે જેઓ ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ભોજા ભગતના અનુયાયી બન્યા અને ભોજા ભગતે તેમને ‘ગુરૂમંત્ર માળા’ અને રામનું નામ આપ્યું. તેમના ગુરૂના આશિર્વાદથી તેમણે વીરપુરમાં ‘સદાવ્રત’ની શરૂઆત કરી.

સદાવ્રત એવું સ્થળ છે કે, જયાં સાધુ-સંતો, વીરપુર પાસેથી પસાર થનાર પ્રવાસીઓ કે જરૂરીયાતમંદો લોકોને વર્ષના બારે માસ ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.પૂ.સંત જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું આવતીકાલે તા.૧૪ને બુધવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શહેરના કરણપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે તો આ તકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.