Abtak Media Google News

જામનગર જિલ્લામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં યુવાન પોલીસ સ્ટેશનમાં ધૂણતા ધૂણતા કહે છે કે હું દાવલશા પીર છું, દાદાને છતુ થાવું છે, DSPને બોલાવો. યુવાન પોતાના પર પથ્થરથી મારી રહ્યો છે. આ જોઇ પોલીસ કર્મચારીઓ પર તેની સાથે મજાક કરતા નજરે પડે છે.

આ વીડિયો જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનનો હોવાનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. યુવાન પોતાની વૃદ્ધ માતા સાથે અહીં આવ્યો હતો અને ધૂણવા લાગ્યો હતો. પોલીસ સ્ટેશનના ઓટા પર બેસી પોલીસ કર્મચારીઓ સાથે વાતો કરતો નજરે પડે છે. આ યુવાન કોણ છે તે હજું સુધી ઓળખ થઇ નથી.

વીડિયો યુવાન બોલી રહ્યો છે કે, કાગળિયા ના બનાવો, દાવલશા પીર છું, કોઇ પ્રોબ્લેમ હોય તો સ્થાનકે આવે ત્યારે ભભૂતી જડે. તમારા આ પથ્થર પર દાદા રમે છે. હજી આમ જો પથ્થર પર દાદા રમે છે. એમ કહી યુવાન બે-ત્રણ વાર હાથ પથ્થર પર પછાડે છે. સાથે રહેલી તેની માતા પોલીસ કર્મચારીઓને કહે છે કે, મારો પુત્ર નથી બોલતો દાદા બોલે છે. સામે પોલીસ કર્મચારી કહે છે બોવ કરી દાદાએ. દાદા હવે ગરમ થઇ ગયા. ત્યારે યુવાન કહે છે કે દાવલશા પીર હાજરા હજુર છે. દાદો જેની પાછળ પડેને એનો બેડો પાર કરી દે છે.

આ તમારૂ સ્ટેશન છે તો હું દાવલશા પીર છું. ડીએસપીને બોલાવો. આથી પોલીસ કર્મી કહે છે કે દાદા ડીએસપી દાણા ન માંગે ત્યારે યુવાન કહે છે કે ડીએસપીના આ કાગળિયા મીડિયાની સામે લાવી કેસ કાઢવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.