Abtak Media Google News

વકતૃત્વ સ્પર્ધામાં ત્રણેય વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-માણાવદરના યજમાનપદે જુનાગઢ જિલ્લા સહકારી સંઘ યુવક સહકારી શિક્ષણ વર્ગનું તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ થી તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં કોલેજમાં અભ્યાસ કરતા ૬૮ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ શિબિરનો ઉદઘાટન સમારોહ તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ યોજાયો હતો. આ શિબિરની પૂર્ણાહુતી તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ કોલેજના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રો.ડી.આર.બારડે કર્યું હતું. ત્યારબાદ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કોલેજના પ્રિન્સિપાલ ડો.એમ.કે.મેતરાએ કર્યું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે ખોડભાયા કિરણ બીજા ક્રમે કડછા વૈશાલી અને ત્રીજા ક્રમે ઘોયલ આશાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્પર્ધકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લા સહકારી સંઘના સીઈઓ આશ્ર્લેષભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંસ્થામાં ચાલતી રોજગારલક્ષી તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપતી શિબિરો, સહકારી પ્રવૃતિઓનો લાભ લેવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.આર.એસ.જીંજાળાએ કર્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા અધ્યાપકોએ હાજર રહી પ્રેરણા પુરી પાડી હતી. અંતમાં પ્રો.એન.બી.છૈયાએ ઉપસ્થિત મહેમાનોની આભારની લાગણી વ્યકત કરી હતી. આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખ જેઠાભાઈ પાનેરાએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.