Abtak Media Google News

સમગ્ર રાજયમાં જયારે ઉનાળાની ગરમીનો પારો વધી રહયો છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર પંથકના લીંબડી શહેરમાં ગરમીનો પારો ૪૩ ડીગ્રી ઉપર જતો રહયો છે ત્‍યારે આ ઉનાળા ના પ્રકોપ માં અસહય ગરમી માં લોકો ત્રાસી ગયા છે ત્યારે લીંબડી શહેર યુવા ભાજપ દ્વારા આજે શાક માર્કેટ રોડ પર લોકો ને છાસ વિતરણ કરવામાં આવેલ. ગરમીમાં ઠંડી છાસ દ્રારા લોકોને રાહત આપવા આ કાર્યક્રમ લીંબડી શહેર ભાજપના કાર્યકરો દ્રારા કરવામાં આવ્‍યો હતો.

આ છાશ વિતરણ માં લીંબડી શહેર ભાજપ પ્રમુખ શ્રી દલસુખભાઇ ચૌહાણ તથા ચેતનભાઈ શેઠ, લીબડી શહેર યુવા મોરચા ના પ્રમુખ શ્રી રાજુભાઇ ભરવાડ, લીબડી શહેર યુવા મોરચા ના મહામંત્રી ચેતનભાઈ પટેલ, લીબડી શહેર યુવા મોરચા ના મહામંત્રી ઝૂબેંરભાઈ મકરાણી, દિવ્યરાજસિંહ જાડેજા, વિપુલભાઇ તથા દેવાંગભાઈ(ચકાભાઈ) મયંકભાઈ , વિજયભાઈ, જલ્પેશભાઈ, યુવા મોરચા ના દરેક હોદેદારશ્રીઓ તથા કાર્યકર્તા ભાઈઓ ખાસ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.