Abtak Media Google News

દરેક બાળકના રડવાનો અવાજ સરખો હોવાથી જેને ઓળખીને આ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ ટુલ અન્ય કારણોથી બાળકના રડવાનું શોધી કાઢીને જાણ કરશે

શું તમારૂ  બાકળ બિમાર છે અને તમને ખ્યાલ આવતો નથી તો ચિંતા કરવાની જ‚ર નથી કેમ કે હવે વૈજ્ઞાનિકો એ આર્ટીફીશીયલ ટુલ એટલે કે કૃત્રિમ બુઘ્ધિ  આધારિત એવું ટુલ વિકસાવ્યું છે જે માતા-પિતાને તેનું બાળક બિમારીના કારણે રડી રહ્યું છે તે જણાવે છે.

સીએએ જર્નલ ઓફ ઓટોમેટીક સીનીકા ના જણાવ્યા પ્રમાણે આ ટુલ નાના બાળકોના માતા-પિતા માટે ખુબ જ ઉપયોગી બની રહેશે આ ટુલનો ઉપયોગ ઘરે પણ કરી શકાશે ટુલ વિકસાવ્યું છે જે માતા-પિતાને તેનું બાળક બિમારીના કારણે રડી રહ્યું છે તે જણાવે છે.

મહત્વનું છે કે કયારેક અનુભવી હેલ્થ કેર વર્કસ અને માતા-પિતાને પણ ખ્યાલ આવતો નથી કે બાળક ખરેખર શા માટે રડે છે અને તેને શું જોઇએ છે પરંતુ આ ટુલની મદદથી બાળકના રડવાના અવાજથી ખ્યાલ આવશે કે બાળક શા માટે રડી રહ્યું છે.

આ અંગે વધુ જણાવતા યુ.એસ.ની નોર્થન લીનીવસ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, દરેક બાળકના રડવાનો અવાજ અને કારણ યુનિક હોય છે અને કયારેક બાળકોના રડવાનો અવાજ એક સરખો લાગે છે. ત્યારે ખરેખર તે શા માટે રડે છે તે પડકાર સમાન છે પરંતુ હવે આ આર્ટીફીશીયલ ઇન્ટલીજન્સ દ્વારા તેનું સોલ્યુશન મળી રહેશે.

મહત્વનું છે કે કમ્પ્રેસ્ડ સેન્સિગએ એવી પ્રક્રિયા છે. જે સ્વાર ડેટા પર આધારીત સિગ્નલને ફરીથી ગોઠવે છે. અને ઘોંઘાટવાળા વાતાવરણમાં અવાજો રેકોર્ડ  કરવામાં આવે ત્યારે તે ખુબ જ ઉપયોગી બને છે. જયાં બાળક સામાન્ય રીતે રડે છે ત્યાં ઘોંઘાટ હોય છે અને આ ટુલ ઘોંઘાટવાળા વાતાવરણમાં સામાન્ય અને અસાધારણ સંકેતો બંનેને અલગ તારવે છે અને તુરંત બાળકના માતા-પિતા કે ડોકટરને તેના રડવાના કારણની જાણ કરે છે.

સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે એક ખાસ ભાષાની જેમ ઘણા સ્વાસ્થ્ય સંબંધીત માહીતી વિવિધ ક્રાય સિગ્નલમાં હોય છે અને તેમા ઘ્વનિ સિગ્નલોનો તફાવત હોય છે આ તફાવત ક્રાય સિગ્નલ્સની વિવિધ સુવિધાઓ રજુ કરે છે. સંશોધકોને આશા છે કે તેમના અભ્યાસના તારણો અન્ય તબીબી સંભાળ સંજોગોમાં લાગુ થઇ શકે છે આ આર્ટીફીશીયલ ઇન્ટલીજન્સનો મુખ્ય ઘ્યેય તંદુરસ્ત બાળકનો છે અને માતા-પિતા તેમજ બાળકની સાર સંભાળ લેનારને તેના વિષે માહીતગાર કરાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.