Abtak Media Google News

બાળકો હમેશા એટલા રમતયાળ હોય કે તેને દૂધ હોય પછી કઈ જમવાનું હોય તો તેને તે જમાડવાનો પ્રશ્ન દરેક માટે ખૂબ મોટો હોય છે. સવારે ઉઠતાં દરેક મમ્મી કે પપ્પા માટે કામ સાથે આ એક સવાલ ખૂબ અઘરો હોય છે, કે તેને સવારે દૂધ કેમ પીવડાવો કે પછી તેને જમાડવો કઈ રીતે ? ત્યારે બાળક માટે તો તેની રમતોમાં જ ખોવાયેલ હોય છે. પછી તેને ભૂખ લગતાં તે રડવા લાગે છે. ત્યારે પછી તેને ખબર પડે છે કે તે ભૂખના કારણે રડે છે. ત્યારે તે એટલો અકળાય છે કે બાળકને સમજાવો અઘરો થઈ પડે છે. પછી તે જીદ કરવા માંડે છે.

ત્યારે તમારી આ સમસ્યાનો ઉકેલ આજે અમે આપીશું જેનાથી તમારા બાળક ફટાફટ રમતને ભૂલી જમવા આવી જશે.

તેને ગમતી રમત રમાડો

જ્યારે તમારા બાળકને જમવા બેસાડવાનો હોય અને તે ના માને ત્યારે તે ગમતી રમતોને સૌ પ્રથમ રમાડો જેનાથી તેના મજા આવશે અને તે ફટાફટ જમવા બેસી જશે. નાની ૧કે ૨ મિનિટની રમતો રમાડો તેનાથી તેના રમવાનો પણ ઉત્સાહ રહેશે સાથે તેને જમવાની પણ ઉત્સુકતા રહેશે.

વિવિધ ભાવતી વાનગીઓ બનાવો

ઘણીવાર બાળકો ના ભાવતી વાનગી હોય તો જમવાનું કે દૂધ પીવાનું ટાળે છે. ત્યારે તેને પ્રેમથી સમજાવો અને તેની ભાવતી વાનગીઓ વારંવાર બનાવો તેના કારણે તે જમી પણ લેશે અને તે એકદમ સરળતા સાથે જામી ફરી પાછા પોતાની મનગમતી પ્રવૃતિમાં ખોવાય જશો.

તેને ખરીદી કરવા સાથે લઈ જાવ

દર વખ્તે મમ્મી પપ્પા જ્યારે બહાર જતાં હોય છે. તો નાની વસ્તુ લેવામાં બાળકોને સાથે લઈ જવાનું ટાળતા હોય છે. ત્યારે બાળકોને હમેશા રમવા કરતાં બહાર જવામાં રસ હોય છે. તેથી તેને દરેક ખરીદીમાં સાથે લઈ જાવ અને તેને ગમતી વસ્તુ લઈ દયો જેમાં કપ થાળી કે વાટકો, ચમચી તેને લેવા દો અને તેને દર સમયે બદલાવતા રહો. તેનાથી તરત બાળક જમવા તૈયાર થઈ જશે.

તો આ અમુક સરળ ટિપ્સનું ખ્યાલ રાખો અને તમારા તમારી અનેક સમસ્યા સાથે બાળકોને જમાડવાની ઉપાડીથી આજે છુટકારો આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.