Abtak Media Google News

ભારતીય ટીમે ‘ઓલરાઉન્ડર’ પ્રદર્શન કરીને છેલ્લી ટી.-૨૦ મેચ જીતીને શ્રીલંકાને સતત છઠ્ઠી સિરીઝમાં હરાવ્યું

ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમને ગઈકાલે પૂનામાં રમાયેલા સિરીઝના છેલ્લા ટી.૨૦ મેચમાં કરારી હારનો સામનો કરવો પડયો હતો. ‘યંગ ઈન્ડીયન’ ખેલાડીઓના ઓલ રાઉન્ડર પ્રદર્શન તથા ઓપનરો મજબૂત બેટીંગથી ભારતે એક તરફી મેચમાં શ્રીલકાને ૭૮ રને હરાવ્યું હતુ આ વિજયથી ભારતે શ્રીલંકાને ત્રણ ટી. ૨૦ મેચોની સિરીઝમાં ૨-૦થી પછાડીને સતત છઠ્ઠી વખત સિરીઝ જીતી છે. ગઈકાલના મેચમાં ભારતે યંગ ખેલાડીઓને તક આપી હતી. જેમાં ત્રણ નવા યંગ ખેલાડીઓએ સુંદર પ્રદર્શન કરીને આ વર્ષના અંતે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી.૨૦ વર્લ્ડકપ માટે યંગસ્ટર ટીમ સક્ષમ હોવાનું પૂરવાર કર્યું છે.

ગઈ કાલે પુનાના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા ટી૨૦ સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ રમાઈ. જેમાં ભારતે શ્રીલંકાને ૭૮ રનથી હરાવ્યું. શ્રીલંકાના કેપ્ટન લસિથ મલિંગાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.જે ઓપનર શિખર ધવન અને રાહુલના સતાકીય ભાગીદારી તથા છેલ્લી ઓવરોમાં રાહુલ ઠાકર અને મનીષ પાંડેલી આક્રમક રમતથી  શ્રીલંકાને ૨૦૨ રનનો લક્ષ્ય આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ ૬ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૨૦૧ રન બનાવ્યા. ત્યારે શ્રીલંકાની ટીમ લક્ષ્યનો પીછો કરતા ૧૫.૫ ઓવરમાં માત્ર ૧૨૩ રન બનાવી ઓલઆઉટ થઈ. શ્રીલંકા તરફથી ધનંજાયા દિ સિલ્વાએ અડધી સદી ફટકારી. તેને ૩૬ બોલમાં ૫૭ રન બનાવ્યા. આ સિવાય એન્જેલો મેથ્યુઝ પણ ૨૦ બોલમાં ૩૧ રન બનાવી આઉટ થયો. આ સિવાય શ્રીલંકાનો એક પણ ખેલાડી સારો સ્કોર કરી ન શક્યો.

ભારતીય ટીમની બોલિંગમાં જસપ્રીત બુમરાહે ૧ વિકેટ લીધી. જ્યારે શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે ૨-૨ વિકેટ ઝડપી. ત્યારે ઝડપી બોલર નવદીપ સૈનીએ ઘાતક બોલિંગ કરી ૩.૫ ઓવરમાં ૨૮ રન આપીને ૩ વિકેટ પોતાના નામે કર્યા. આ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડીયાનો ૨-૦થી શ્રેણી વિજય થયો છે.આ સિરીઝમાં ગુવાહાટીમાં પહેલી મેચ વરસાદનો ભોગ બની હતી. જ્યારે ઇંદોર ખાતેની બીજી ટી૨૦ મેચને ટીમ ઇન્ડિયાએ ૭ વિકેટથી જીતી હતી. જસપ્રીત બુમરાહે ૫૩ વિકેટ સાથે ટી-૨૦માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. આ માં યૂઝવેન્દ્ર ચહલ અને રવીચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. તે બંનેએ અનુક્રમે ૩૬ અને ૪૬ મેચમાં ૫૨ વિકેટ લીધી છે.

ટીમ ઇન્ડિયાના બેટિંગની તો શિખર ધવન અને કે.એલ રાહુલે ટીમને સારી શરૂઆત આપી. બંને વચ્ચે પહેલા વિકેટ માટે કુલ ૯૭ રનની ભાગેદારી થઈ. શિખર ધવન ૩૬ બોલરમાં ૫૨ રન જ્યારે રાહુલ ૩૬ બોલમાં ૫૪ રન બનાવી આઉટ થયા. પરંતુ ત્યાર બાદ મનીષ પાંડે અને વિરાટ કોહલી(૨૬) સિવાય અન્ય કોઈ ખેલાડી સારો સ્કોર ન કરી શક્યો. રિષભ પંતની જ્ગ્યાએ ટીમમાં સામેલ સંજૂ સેમસન માત્ર ૬ રન બનાવી આઉટ થયો. ત્યારે શ્રેયસ અય્યર પણ માત્ર ૪ રન બનાવી પેવેલિયન ભેગો થયો. ત્યાર બાદ વોશિંગ્ટન સુંદર ખાતું ખોલ્યા વગર (૦) આઉટ થોય. જોકે અંતિમ ઓવરમાં શાર્દુલ ઠાકુર મનીષ પાંડે વચ્ચે ધમાકેદાર પાર્ટનરશિપ જોવા મળી. શાર્દુલે ૮ બોલમાં ૨૨ રન જ્યારે મનીષ પાંડેએ ૧૮ બોલમાં ૩૧ રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાએ ૬ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં કુલ ૨૦૧ રન બનાવ્યા અને શ્રીલંકાને ૨૦૨ રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકાના બોલિંગમાં તો લક્ષન સંદકન જબરદસ્ત બોલિંગ કરી ૩ વિકેટ ઝડપ્યા. જ્યારે વાનિંદુ હસારંગા અને લાહિરુ કુમારાએ ૧-૧ વિકેટ લીધી હતી.

કેપ્ટન તરીકે ‘વિરાટ’ ૧૧ હજાર રન કરનારો ‘કોહલી પ્રથમ બેટસમેન’

લિજેન્ડરી સચિન તેંડુલકર બાદ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગના કરોડરજ્જુ સમાન બની ગયેલા કેપ્ટન વિરાટ કોહલી હવે દરેક મેચમાં અવનવા રેકોર્ડો પોતાના નામે કરી રહ્યો છે. ગઈકાલે શ્રીલંકા સામે પુનામાં રમાયેલી સિટીઝન છેલ્લી ટી-૨૦ મેચમાં વિરાટ કોહલીએ છઠ્ઠા ક્રમે રમવા આવીને ૧૭ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. બેટીંગનાં પ્રારંભથી આક્રમક રમત રમી રહેલો વિરાટ ઝડપથી બીજા રન લેવા જતા રનઆઉટ થયો હતો. પરંતુ આ ૨૬ રન સાથે પણ વિરાટે નવો વિક્રમ પોતાના નામે કર્યો છે. વિરાટે કેપ્ટન તરીકે ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ મેચમાં ૧૯૬ ઈનિંગ્સમાં ૧૧૦૨૫ રન બનાવ્યા છે. જેથી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૧ હજાર રન બનાવનારો ખેલાડી બન્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટીંગે ૨૫૨ ઈનીંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી પરંતુ પોન્ટીંગે કરતા કોહલીએ ૫૬ ઈનીંગ્સ રમીને એટલે કે ઓછી ઈનિંગ્સમાં ૧૧ હજાર રન બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૧ હજાર રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં ગ્રીમ સ્મિથ, મહેન્દ્રસિંહ ધોની, એલન વોર્ડર અને સ્ટીફન ફલેમિંગનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.