Abtak Media Google News

આવતીકાલે વૈષ્ણવ એવેન્યુ તથા પુષ્ટિધામ હવેલીનું ભૂમિપૂજન

સાંજે સાંઈરામ દવેનો હાસ્યડાયરો અને વ્રજરાજકુમારજીનું વચનામૃત: મૌલેશભાઈ ઉકાણી તથા નરેશભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી ભૂમિ પૂજનમાં સહભાગી બનશે : કેનાલ રોડ ખાતે આકાર લઈ રહ્યું છે વૈષ્ણવ એવેન્યુ

રાજકોટમાં બેકબોન ગ્રુપના સહયોગથી કાલે કાપડ મીલ કમ્પાઉન્ડ, કેનાલરોડ ખાતે પુષ્ટિધામ હવેલી તથા વૈષ્ણવ એવેન્યુનું ખાતમૂહૂર્ત થવા જઈ રહ્યું છે. યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુંં હતુ કે, બેકબોન ગ્રુપના મનસુખ ઝાલાવડિયા દ્વારા સંપૂર્ણ બાંધકામ થવાનું છે. ભવિષ્યમાં પણ રાજકોટમાં આવા પ્રોજેકટો હાથ ધરાશે. વ્રજરાજ કુમારજીએ જણાવ્યું હતુ કે, વિષ્ણુના દરેક અવતારને માનવાવાળા વૈષ્ણવ છે શ્રી કૃષ્ણને માનનારા આ એવેન્યુમાં ફલેટ થઈ શકશે. અને તેમને નહિ નફો, નહિ નુકશાનના ધોરણે આપવામાં આવશે.

આ પ્રસંગ અંગે પ.પૂ.ગો. વ્રજરાજજી મહારાજશ્રીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પૃષ્ટી એટલે કૃપા અને કૃપા તથા અનુગ્રહના જે માર્ગ છે. તેને પૃષ્ટી ધામ કહી શકાય અને આ માટે રાજકોટ ખાતે પૃષ્ટીધામનું ઉદઘાટન કરવામાં આવશે. વૈષ્ણવ એટલે કૃષ્ણને માને, કૃષ્ણને પ્રેમ કરે એટલે બ્રોકર સેન્સમાં દરેક હિન્દુને વૈષ્ણવ કહી શકાય આ ઉપરાંત જે પુષ્ટીમાર્ગમાં બ્રહ્મ સંબંધ લે તેને પૃષ્ટીમાર્ગીય દીક્ષીતા વૈષ્ણવ કહેવાય. આજની યુવાપેઢીને ધર્મનું લોજીકલ રીતે પ્રેકટીકલ રીતે સમજણ આપવામાં આવે તો ધણાબધા યુવાનો ધર્મનું આચરણ કરીને પોતાનું જીવન દિવ્ય બનાવી શકે છે. વલ્લભ યુથ ઓર્ગનાઈઝેશનનો હંમેશાથી આજ પ્રયાસ રહ્યો છે કે યુવાનોમાં ધર્મ અંગેની જાગૃતી આવે આ ઉપરાંત દેશ વિદેશમાં વી.વાયઓ એજયુકેશન કોર્ષ પણ ચાલુ કરવામાં આવ્યા છે.જે વિશ્ર્વના ૧૫ દેશોમાં ચાલી રહ્યા છે. આજનો યુવાન આસ્તિક છે. તેના પ્રશ્ર્નોના જવાબજો તેને મળશે તો તે યુવાન ચોકકસ પણે ધર્મ તરફ અભિવ્યુત બનશે. આ ઉપરાંત હવેલી બાદ તેમાં પૃષ્ટીમાર્ગને જાણવા ઈચ્છતા લોકો માટે નિત્ય સ્વાધ્યાય, જેવા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સવિશેષ વૈષ્ણવ સંપ્રદાય વિષે જણાવ્યું કે શ્રીનાથજી ચરીત્ર શ્રવણ કરનારને પૃષ્ટીમાર્ગ વિશે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ઉપરાંત કથાના માધ્યમથી અનેક લોકોને પુષ્ટીમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થયું ઘણા લોકો ઠાકોરજીને ઘરે પધરાવી સેવા કરતા થયા, આમ પુષ્ટી માર્ગનાં જ્ઞાનને પ્રાપ્ત કરવા માયે કથા એ શ્રેષ્ઠ સાધન છે. આઉપરાંત આગામી દિવસોમાં પુષ્ટી સ્વાધ્યાય સત્સંગનો પણ મંગલ શુભારંભ થનાર છે.

7 5

ગીતાજીના કલાસીસ જે રીતે ચાલુ કરાયા તેજ રીતે હવે પૃષ્ટી સ્વાધ્યાય સત્સંગ વિકલી ૧ દિવસ દોઢ કલાક માટે ચાલુ કરવાનું નિર્ણય લીધેલ છે જેનો શુભારંભ ટુંક સમયમાં જ થશે. રાજકોટ સેન્ટરમાંથી પસાર થતા કેનાલ રોડ, સોની બજાર તથા વેપાર ઉદ્યોગના ક્ષેત્રમાં આવેલ જૂની કાપડમીલના કમ્પાઉન્ડના વિશાળ ક્ષેત્રફળમાં નિર્માણાધિન પુષ્ટિધામ હવેલી પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીની આધ્યાત્મિક કક્ષા, કુનેહ અને સમાજ પરિવર્તનના દિવ્ય અરમાનોને દ્રષ્ટિસમક્ષ રાખીને વૈષ્ણવતાને વરેલા રાજકોટનાં સુપ્રસિધ્ધ બિલ્ડર્સ ‘બેકબોન’ ગ્રુપના સંપૂર્ણ સહયોગથી મૂર્તિમંત થશે. રાજકોટનાં આંગણે નિર્માણાધિન આ કલાત્મક હવેલીનું ભૂમિ પૂજન કાલે સાંજે ૪.૩૦ થી ૫ દરમ્યાન વ્રજરાજકુમારજી મહોદયના કરકમળ દ્વારા થશે. ભૂમિપૂજનના ઉપલક્ષ્યમાં યોજાયેલ આ સમારંભનું દિપ પ્રાગટય ઉમિયા માતાજી મંદિર, સીદસરનાં ચેરમેન તથા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે થશે સાંજે ૫ થી ૭ સાંઈરામ દવેનો હાસ્ય ડાયરો અને ૭ થી ૮ સાંઈરામ દવેનો હાસ્ય ડાયરો અને ૭ થી ૮ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત અને કાર્યક્રમના સમાપન પછી ભોજન પ્રસાદ પીરસાશે. આ અવસરે રાજકોટ તથા બહારથી પધારેલા મહેમાનો તથા હજારો વૈષ્ણવો હાજરી આપશે.

Dsc 0247

પુષ્ટિ વિચારધારાનો અનુકરણીય ઈતિહાસ બનવા જઈ રહેલ આ હવેલીનું સંપૂર્ણ કલાત્મક નિર્માણ ‘બેકબોન’ ગ્રુપ સ્વયં પોતે જ કરીને પૂ. વ્રજરાજકુમારજી બાવાશ્રી સ્થાપિત વીવાયઓ સંસ્થાને સમર્પિત કરશે. આ હવેલીના સર્વાધ્યક્ષ તરીકે પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રી બિરાજશે. એ આપણા સૌનું ગૌરવ છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીની દિવ્ય વિચાર સૃષ્ટિ અને પુષ્ટિ વિચારધારાને જનજનના માનમાં, વ્યવહારમાં પ્રવાહિત કરવા માટે પૂ. યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીનું દર્શન એવું છે કે, પ્રવર્તમાન દેશકાળ પ્રમાણે સંપ્રદા અને હવેલીઓમાં બદલાવ જરૂરી છે. હવેલી ભકિત પરંપરામાં સમયોચિત પરિવર્તન કરવું જરૂરી બન્યું છે. પ્રાચીન પ્રણાલીઓમાં બદલાવ આવશે તો જ જિજ્ઞાસુ યુવા પેઢી આકર્ષાશે. અત્યારે હવેલીમાં દર્શન સિવાય કંઈ થતુ નથી.હવેલીમાંથી ઉગતી યુવા પેઢીને પુષ્ટિ પોષણ મળતું નથી. પૂ. વ્રજરાજકુમારજી બાવાશ્રી નિર્મિત હવે પછીની હવેલીઓ સાંપ્રત યુંવા પેઢીને માનસીક રીતે કેળવવા પુષ્ટિ માર્ગની નવી દિશાની ઝાંખી કરાવશે. આ કલ્યાણકારી તત્વજ્ઞાન તેજસ્વી અને ઓજસયુકત સમાજનું નવનિર્માણ કરશે. રાજકોટ શહેરને આવી બે દિવ્ય હવેલીઓનો લાભ મળ્યો છે.

પુષ્ટિધામ હવેલી ભૂમિપૂજનની યોજાયેલી પત્રકાર પરિષદમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર, બેકબોન ગ્રુપના ડાયરેકટર મનસુખ ઝાલાવડીયા, અંકુર પાચાણી, અરવિંદ ધામી, નીતેશ ઉકાણી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.