પ્રેમ તરફ ફરી ખેચાશો આ લવની લવ સ્ટોરીસનું ટ્રેલર જોતાજ…

721

થયો છે કઈક પ્રેમ મને શોધું છું હું હવે તેમાં ખુદને આ વાક્ય પ્રેમની અનુભૂતિ થતાં દરેક લોકોના મનમાં ગુજતું હોય છે. જીવનનો આ પ્રથમ પ્રેમ આવો જ કઈક હોય છે. ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રેમ અને લવ પર અનેક ફિલ્મ જોયી હશે જેમાં  લવની ભવાઇ,ચાસણી આ બધી ફિલ્મો જોયા બાદ નવા વર્ષમાં ફરી એકવાર આવી રહ્યું છે ફરી એક પ્રેમ દર્શાવતું ખૂબ જ અલગ ગુજરાતી ફિલ્મ તે લવની લવ સ્ટોરીસ. પ્રેમ તો હવે  ફરી થશે કઈક આવો.. જે ફરી એકવાર કરાવશે દરેકને પ્રેમનો એહસાસ કારણ લવ લવની સ્ટોરીસનું  ટ્રેલર થયું તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના રીલીઝ. આ ફિલ્મના નિર્દેશક અને લેખક દુર્ગેશ તન્ના  તથા તેના નિર્માતા મનિષ અંદાણી અને કરીમ મિનસારીય છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ કાલકારો પોતાનો અભિનય કર્યો છે.જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, દિક્ષા જોષી,વ્યોમાં નન્દી, હાર્દિક સંઘાણી જેવા અનેક બીજા કલાકારો જોવા મળશે.

ત્યારે આ પ્રેમ શબ્દ કેવો છે તે આ ટ્રેલર સાથે આપણે સમજી શકાય છે.  આ ટ્રેલરની શરૂઆતમાં જ આ ફિલ્મનો કલાકાર લવ એટલે પ્રતિક ગાંધી તે મોલમાં ખરીદી કરી કોઈને પ્રેમનો ઇઝહાર કરતો જોવા મળે છે. તો એક છોકરો કઈ રીતે અલગ-અલગ રીતથી પ્રેમ કરે તેવું જોવા મળે છે. ત્યારબાદ આ ફિલ્મની અનેક અભિનેત્રી પોતાના અલગ-અલગ લુક દેખાડતાં જોવા મળે છે અને તે એક વાત કહે છે કે દરેક સ્ત્રીને જો થોડો પ્રેમ અને થોડી કદર બતાવોને તો એમની ઉમર પાછી વાળી શકે છે. કોઈ માટે તે બને મિસ્ટર પરફેક્ટ તો કોઈ માટે તેજ તેનો હસબંડ તેવો આ ફિલ્મનો એકટર એટલે લવ જે દરેક સ્ત્રી માટે કઈક અલગ.

આ બાદ લવ તે પોતેજ પોતાનું ચેહરો દેખાડતા કહે છે કે શું મારી લવ સ્ટોરી સાંભળવી છે ? તો પહેલાં એ જાણવું પડશે કે લવ કેવો છે ? લવ  એક એવી વસ્તુ છે જે  જીવનમાં કેવો અનપ્રેડિકટિબલ હોય છે. તે દરેકને પોતાની ઓળખ ભુલાવી ફરી યાદ કરાવે, ક્યારેક તે મતલબ વગરનો તો ક્યારેક બે મતલબ દર્શાવતો તે આ પ્રેમ. દરેક વ્યક્તિને જ્યારે પ્રેમ થાય તો તેનામાં શું બદલાવ આવે છે. તે વ્યક્તિને શું કરાવે છે ? તેવા આ પ્રેમની એક અનોખી વાતોને દર્શાવતું આ લવની લવ સ્ટોરીસ. આ ટ્રેલરમાં પ્રતિક ગાંધી ફરી પાછા અનેક પાત્રો અને અભિનયમાં  જોવા મળે છે જેમાં ક્યારેક તે એક શેફ જે તેમની છેલ્લી ફિલ્મ ધૂનકીમાં પણ જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં તે આવી એક નહીં અનેક ભૂમિકા દર્શાવતાં જોવા મળે છે. તો ટ્રેલરમાં લવ હેર સ્ટ્યલિસ્ટ તો ક્યારેક એક પ્રેમી તરીકે અનેક પાત્રોમાં જોવા મળે છે. ત્યારે કઈ રીતે એક પરિવારમાં જ્યારે કોઈને પ્રેમ થઈ જાય છે ત્યારે તેમાં ફેરફાર થતાં જોવા મળે છે. તો અવશ્ય ફરી એક વાર દરેક વ્યક્તિ અવશ્ય પ્રેમની પોતાના જ શબ્દોમાં કારવતું આ ફિલ્મ તે “લવની લવ સ્ટોરીસ” અવશ્ય નિહાળવા જજો આ લવનું એક અદ્ભુત ફિલ્મ આપના નજીકના સિનેમા ઘરોમાં તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ.

Loading...