શું તમને ખબર છે પીપળાનું ધાર્મિક અને ઔષધિય મહત્વ

1695

પીપળો એ હિન્દૂ ધર્મનું એક ધાર્મિક વૃક્ષ છે. પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળા રૂપે પ્રકટ થયા એમ માનવામાં આવે છે.

પીપળા ને સંસ્કૃતમાં અસ્વત્થના નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં “સેક્રેડ ફિંગ અથવા બો ટ્રી”ના નામે જાણીતું છે. પીપળા નું વૃક્ષ બધા વૃક્ષો કરતાં લાબું આયુષ્ય ધરાવે છે.

આ ઝાડમાં બ્રહ્માનો વાસ છે તેમ માની તેને પૂજ્ય ગણાય છે. માન્યતાઓ એવી પણ છે કે ત્રણેય દેવો બ્રહ્મા , વિષ્ણુ અને મહેશનો સમાવેશ પીપળામાં થાય છે અને આ માટે જ લોકો પીપળાની પૂજા કરે છે. પાણી, સાકળ, દૂધ વડે પીપળા નું પૂજન કરવામાં આવે છે. પીપળાનું એકપણ અંગ કાપવામાં આવતું નથી. બ્રાહ્મણ તેઓની જનોઈ બદલતી વખતે જૂની જનોઈ પીપળા ને અર્પણ કરે છે.

બૌદ્ધ ધર્મમાં પણ આ વૃક્ષ ને ઘણું પવિત્ર માનવામાં આવે છે. “સિલોન” માં અનિરુદ્ધપુરમ શહેર નજીક એક પીપળાનું વૃક્ષ છે. જે ઇ.સ.પૂર્વે 288 માં વવાયું હતું. જે વૃક્ષ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા તે વૃક્ષની ડાળી માંથી આ વૃક્ષ ઉત્પન્ન થયું છે. જ્યારે ઇ.સ.1887 માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ વૃક્ષના બધા પડી ગયેલા ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટ્યા હતા.

ઔષધિ તરીકે પીપળો

ઔષધિ તરીકે પણ આ વૃક્ષનો ઉપયોગ થાય છે. આ વૃક્ષની છાલની રાખને પાણીમાં ઓગળી પીવાથી ઉલટી બંધ થાય છે. મધની સાથે પીપળાની છાલ ખાવાથી દમ મટાડે છે. ગુંબળા થયા હોય તો પણ પીપળાના વૃક્ષની છાલ લગાડવામાં આવે છે. ગુણમાં તે શીતળ અને પિતહર છે.

Loading...