Abtak Media Google News

આ એક ખોટી માન્યતા છે અને મોંઘા બ્રૅન્ડ્સનાં કપડાં કે ઍક્સેસરીઝ પહેરીને જ સુંદર લુક મળે એમાં કોઈ સચ્ચાઈ નથી. જોકે સસ્તાં કપડાંની પણ પસંદગી સ્માર્ટ હોવી જોઈએ. પૈસાની બાબતમાં સસ્તાં કપડાં પર્હેયા બાદ ચીપ ન લાગવાં જોઈએ. આવું ન થાય એ માટે કઈ રીતે ફૅશનને અફૉર્ડેબલ બનાવવી એ જાણી લો.

મિક્સ ઍન્ડ મૅચ

જે પણ કહેતું હોય કે એક જ ટૉપ કે ડ્રેસને વારંવાર રિપીટ કરવું ફૅશનની દૃષ્ટિએ ખોટું છે તો તેમણે એક લુક સેલિબ્રિટીઝ તરફ આપવો જોઈએ. સેલિબ્રિટીઝ પાસેથી શીખી શકાય કે એક જ દિવસમાં બે ઇવેન્ટમાં જવાનું હોય ત્યારે એક જ ડ્રેસને બન્ને ઇવેન્ટ્સમાં ઍક્સેસરીઝ અને હેરસ્ટાઇલ મારફતે જુદો-જુદો લુક આપી શકાય. આવું વિદ્યા બાલને થોડા સમય પહેલાં કરેલું, જેમાં તે બે ઇવેન્ટ્સમાં એક જ સાડી પહેરીને આવી હતી, પરંતુ તેણે એકમાં ફક્ત ઈયર રિંગ્સ અને ચોટલો તો બીજી ઇવેન્ટમાં ખુલ્લા વાળ અને હેવી નેકલેસ પહેરીને લુક ચેન્જ કર્યો હતો. વૉર્ડરોબમાં બેઝિક બ્લૅક અને વાઇટ જેવા રંગોની ચીજો રાખો, જેને કોઈ પણ રંગ સાથે મૅચ કરી શકાય.

સ્ટ્રીટ-શૉપિંગ

સ્ટ્રીટ શૉપિંગમાં હંમેશથી જ કંઈક ખાસ વાત રહી છે. એક એવી જગ્યા જ્યાં બધું જ મળી જાય અને એ પણ લેટેસ્ટ ટ્રેન્ડનું અને તમે અફૉર્ડ કરી શકો એવા ભાવમાં. દરેક રંગ અને પૅટર્નની ઍક્સેસરીઝ તેમ જ ટૉપ્સ અને ડ્રેસિસ. જોકે રસ્તા પરથી ખરીદેલી ચીજો ટકાઉ નથી હોતી, પરંતુ એ હંમેશાં સહી સમયે મળી જાય છે.

જો બુટિકમાંથી ખરીદવાની ઇચ્છા હોય તો એવી ચીજો ખરીદો જેના પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હોય અથવા તમે જ્યાં રેગ્યુલર ગ્રાહક હો અને તમને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે.

રીસાઇક્લિંગ

ફૅશન ઇન્ડસ્ટ્રી એવી જગ્યા છે જ્યાં ૭૦ના દાયકાનો ટ્રેન્ડ ૨૦૭૦માં પણ ખુશીથી લોકો પહેરશે. જોકે આટલું ફ્યુચરમાં જ ન જવું હોય તો અત્યારે પણ રેટ્રો તરીકે જૂનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માટે જો કંઈ જૂનું પડ્યું હોય તો એને ફેંકી દેવાને બદલે સાચવી રાખો અને એ ટ્રેન્ડ ફરી પાછો આવે એની રાહ જુઓ અથવા એને એ રીતે પહેરો કે એ લેટેસ્ટ ટ્રેન્ડ હોય એવું લાગે. આ ઉપરાંત એવી ચીજો ખરીદો, જે ક્યારેય આઉટડેટેડ ન થાય. જેમ કે ફ્લોરલ પ્રિન્ટ અને પોલકા ડૉટ્સ એવરગ્રીન છે. કેટલાક ડ્રેસમાં સમય પ્રમાણે થોડા ઘણા બદલાવ પણ કરી શકાય.

બજેટ બનાવો

બ્રૅન્ડેડ ચીજો ખરીદવાની તલબ થોડી ટાળી શકાય એવી નથી અને એકાદ વાર મન થાય ત્યારે મોંઘી ઍક્સેસરી કે હૅન્ડબૅગ પાછળ પૈસા ખર્ચવામાં કોઈ વાંધો પણ નથી. જોકે આવું કરો ત્યારે દરેક ચીજને ડિવાઇડ કરી એને માટે એક બજેટ સેટ કરો અને એ બજેટની બહાર ન જાઓ. થોડા વધુ પૈસા ખર્ચવાનું મન થાય તો મનને વાળી લો અને જો ખર્ચાઈ જ જાય તો કોઈ બીજી ચીજમાં કૉમ્પ્રોમાઇઝ કરી લો. બજેટની બહાર જશો તો ગોટાળો થશે જ. આવું કરવાથી ચીજ ખરીદ્યાની અનુભૂતિ તો થશે જ સાથે ખિસ્સામાં કાણું પણ નહીં પડે.

સ્પેશ્યલ ઑફરનો ઉપયોગ કરો

બુટિક તેમ જ દુકાનોને તમારો નંબર તેમ જ ઈ-મેઇલ આઇડી આપી દો, જેથી તેમના કસ્ટમર-લિસ્ટમાં તમારું નામ આવી જાય. આ રીતે જ્યારે પણ એ શૉપમાં કોઈ ડિસ્કાઉન્ટ કે ઑફર ચાલતી હશે ત્યારે તમને એની જાણ કરવામાં આવશે અને તમે એનો ફાયદો ઉપાડી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.