Abtak Media Google News

આજના યુગમાં દરેક વ્યક્તિ પોતાના ખોરાકમાં ખાસ ધ્યાન રાખતા હોય છે. તેના કારણે તેને સમય અંતરે અનેક લાભ જે સ્વાસ્થ્ય માટે થતાં હોય છે. ત્યારે આજના બાળકોને પણ અનેકવાર ઘરના સદસ્યો એવું કેહતા હોય છે કે તે બહું હેલ્થ કોન્શ્યસ છે. ત્યારે હવે અનેક બહારના ખોરાક સાથે હેલ્થી ફૂડ લેતા ભૂલી ગયા છે. ત્યારે આજે અમે એવી નાની અને ફાસ્ટ લાઈફમાં ફટ શામેલ થઈ શકે તેવી ટિપ્સ આપશું જેનાથી તમે તમારા ઘરે બેસીને તમારા વધતાં શરીરને રોકતા અટકાવી શકશો.

ડ્રાયફ્રૂટસ ખાવ

Nuts 759

ઘરે રહીને શરીર ઊતારવું તે ખૂબ સરળ છે પણ સાથે તેમાં અમુક બાબતોનું ધ્યાન રાખો જેમાં સમય અનુસાર ડ્રાયફ્રૂટસ લેતા રહો. તેના કારણે શરીરમાં અનેક વિટામીન્સ અને કરબોહયડ્રેટ્સ એકદમ સરળ રીતે મળી જશે. સાથે તે શરીર ઊતારવા તેમજ હૃદયના અનેક રોગોને પણ તે દૂર કરી નાખે છે. જેમાં રોજિંદા જીવનમાં બદામ અખરોટ દ્રાક્ષ અને કાજુનું સેવન કરતાં શીખો.

વિવિધ તાજા ફળ અને શાકભાજી

10 Fruits And Vegetables

તમારા આહાર સાથે દરેક વખ્તે વિવિધ રીતે જુદા-જુદા શાકભાજી અને ફળ સાથે લ્યો. મુખ્ય રીતે તાજા ફળ અને શાકભાજી વિટામિન અને ફાયબરથી ભરપૂર હોય છે, તેનાથી શરીરમાં અનેક રીતે ફેરફાર આવશે અને વેઇટ લુઝ કરી શકશે. આ રીતે શાકભાજી અને ફળ શરીર અને સ્વાસ્થ્યને ખૂબ લાભ આપશે.

તેલનો ઉપયોગ માપસર કરો

Cookingoil 1200X630 1

દરેક ઘરના રસોડામાં વિવિધ પ્રકારના તેલનું વાનગીઓમાં વપરાતું હોય છે. ત્યારે માપસર હમેશા તેલનો ઉપયોગ કરવો તેનાથી વધુ ફેટસ વધશે જે સેહત માટે સારું નથી. તેલમાં ફેટ્સ સારા પ્રમાણમાં હોય છે જેને ટાળવું તે ખૂબ અગત્યનું છે.

ચિંતાના કરો

O Woman Stress Facebook

દરેક વાતની વ્યક્તિ અનેક રીતે કઈ કારણ વગરની ચિંતા કરતો હોય છે. ત્યારે તે ચિંતા અનેક રીતે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને તેનાથી ઘણી વાર લોકો વધુ ખાઈ લેતા હોય છે અથવા વધુ વર્ક કરવાં માંડતા હોય છે. ત્યારે આ વસ્તુ અવશ્ય દરેકે ધ્યાન રાખવી જોઈએ જેનાથી તે પોતાના શરીર અને સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.

વ્યાયામ કરતાં જાવ

Running

વહેલી સવારે ઉઠી જો તમે સમય સાથે કસરત અને વ્યાયામ કરતાં રહો. તેનાથી તમારું શરીર ઉતરતું જશે. દિવસભરમાં ૩૦ મિનિટ કસરત અને વ્યાયામ કરવું જરૂરી છે. અલગ યોગ અને કસરત તમારા શરીરને એકદમ ફિટ બનાવી દેશે. તેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ પણ આવશે અને કામ કરવાનો ઉત્સાહ રહેશે અને શરીર પણ સમય સાથે ઉતરી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.