Abtak Media Google News

નાનખટાઇ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. પરંતુ તમારા ઘરે ઓવન ન હોય કે પછી ઓવનમાં વાનગી બનાવવામાં ફાવટ ઓછી હોય તો તમારે મૂંઝાવાની જરુર નથી. તમે ઓવન વિના પણ ઘરે એકદમ ક્રિસ્પી નાનખટાઇ બનાવી શકો છો.

  • સામગ્રી :

– ૧ કપ ચણાનો લોટ (બેસન)

– અડધો કપ દળેલી ખાંડ

– અડધો કપ દેશી ઘી

– અડધી નાની ચમચી બેકિંગ પાવડર

– એક નાની ચમચી એલચી પાવડર

– પાંચ પિસ્તાની કતરણ

  • રીત :

એક બાઉલમાં ચણાનો લોટ અને ખાંડ મિક્સ કરી લો. ૨ ચમચી ઘી ને અલગ તારવી લો અને બાકીના ઘી ને ચણાના લોટમાં નાંખી બરાબર મિક્સ કરી નરમ લોટ બાંધી લો.

– હવે તેને બેક કરવા માટે જાડા તવા વાળા નોનસ્ટિક તવાને મિડિયમ આંચ વાળા ગેસ પર રાખો, પેનમાં ૪૦૦ ગ્રામ નમક બાંધી વાસણને ઢાંકી ગરમ થવા દો, હવે વચ્ચે એક જાળીવાળુ સ્ટેન્ડ રાખી તેના પર નાનખટાઇની પ્લેટ રાખી ઘીમાં તાવે વાસણને ગરમ થવા દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.