Abtak Media Google News

એટીએમમાંથી કાર્ડનો ઉપયોગ કર્યા વગર કેશ ઉપાડવાની સુવિધા ‘યોનો કેશ’નો એસબીઆઈએ આજે પ્રારંભ કર્યો છે. એસબીઆઈના 16,500થી વધારે એટીએમ પર આ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે સક્ષમ એટીએમને યોને કેશ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે. યોનો કેશ સિક્યોરિટી ફીચર અને કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા ગ્રાહકને આપશે એવી બેંકને અપેક્ષા છે.

 – : આ રીતે કરો ઉપયોગ : – 

ગ્રાહકો યોનો એપ પર રોકડ રકમ ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને નાણાકીય વ્યવહાર માટે છ આંકડાનો યોનો કેશ પિન સેટ કરી શકે છે. તેમને તેમનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ મારફતે છ આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે. પછી તેમને નજીકનાં યોનો કેશ પોઇન્ટ પર પિન અને પ્રાપ્ત થયેલા રેફરન્સ નંબર એમ બંનેનો ઉપયોગ કરીને આગામી 30 મિનિટની અંદર રોકડ રકમ મળી જશે.

યોનો એસબીઆઈ દેશમાં નાણાંકીય અને લાઇફસ્ટાઇલ સેવાઓનો ઉપયોગ કરવા લોકોની રીત સુધારવા માટે મોટી હરણફાળ છે. આ 85 ઇ-કોમર્સ કંપનીઓમાંથી કસ્ટમાઇઝ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરવા પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે

યોનો એસબીઆઈ નવેમ્બર, 2017માં શરૂ થઈ હતી, જેને યુઝર્સ પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફેબ્રુઆરી, 2019 સુધીમાં 7 મિલિયનથી વધારે સક્રિય યુઝર્સ સાથે યોનેને 18 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે. યોનો એન્ડ્રોઇડ અને આઇઓએસ પાવર્ડ મોબાઇલ ફોન અને બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ થઈ શકશે. જે ગ્રાહકને તમામ માધ્યમો પર સરળ સેવા પ્રદાન કરશે. એસબીઆઈ આગામી વર્ષોમાં ગ્રાહકોનાં જીવનને વધુ સરળ બનાવવા યોનો પર વધારે ફીચર લોંચ કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.