Abtak Media Google News

ફરજ પ્રત્યે લાપરવાહ રહેલા ઉત્તરપ્રદેશનાં ૧૬ લાખ કર્મચારીઓની કુંડળી કાઢતી ઉત્તરપ્રદેશ સરકાર

૫૦ વર્ષ વટાવી ચુકેલા થાકેલા, હારેલા સરકારી બાબુઓને ઉત્તરપ્રદેશની યોગી સરકારે ફરજીયાત નિવૃત કરી ઘરે બેસાડવા તખ્તો તૈયાર કર્યો છે જે અન્વયે ૧૬ લાખ પૈકી ૪ લાખ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરી લેવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે તે યુપીની યોગી સરકાર અનફીટ કર્મચારીઓને આ નિર્ણય પાછળ ઘરે બેસાડવા માંગે છે.

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ૧૯૮૬નાં કાયદા મુજબ ૫૦ વર્ષની ઉંમર વટાવી ચુકયા હોય તેવા તમામ કર્મચારીઓનું સ્ક્રિનીંગ કરવા આદેશ કર્યો છે. જે અંતર્ગત ૩૧ માર્ચ ૨૦૧૮ની સ્થિતિને લક્ષ્યમાં લેવામાં આવી છે. હાલમાં ઉત્તરપ્રદેશમાં ૧૬ લાખ પૈકી ૪ લાખ કર્મચારીઓ ૫૦ વર્ષની ઉંમર વટાવી ચુકયા હોવાથી ૩૧ જુલાઈ સુધીમાં આવા તમામ કર્મચારીઓનો રીપોર્ટ આપ્યા બાદ ફરજીયાત નિવૃતિ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ યોગી સરકારનાં આ નિર્ણયને કારણે ઉતરપ્રદેશનાં સચિવાલયનો કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે. સચિવાલય કર્મચારી એસોસીએશનના પ્રમુખ યાદવેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, આવા પ્રયત્નોનો હેતુ સરકારી કર્મચારીઓને હેરાનગતિ સિવાય તો નથી જણાતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારના આ નિર્ણયના વિરોધમાં સચિવાલય કર્મચારી એસોસીએશન દ્વારા આજે બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં સરકારના આ નિર્ણયની આલોચના કરી આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

જોકે ઉત્તરપ્રદેશમાં ૧૯૮૬થી આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અગાઉની સરકારે પણ બંધારણમાં નિયમોની જોગવાઈને અનફીટ કર્મચારીઓને નોટીસ આપી કામ ચલાઉ અથવા કામગીરીને નિવૃત કરવા નિર્ણય કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.