Abtak Media Google News

“ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના

૧૪ ઓગસ્ટ મધરાત્રીથી ૧૫ ઓગસ્ટ મધરાત્રી સુધી બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે

૧૫ ઓગસ્ટનાં રોજ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર અને ભાઈ-બહેનનાં પ્રેમનાં પ્રતિકસમાન રક્ષાબંધન હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે ત્યારે યુપી સરકાર અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે રક્ષાબંધન દિવસ નિમિતે તમામ બહેનોને નિ:શુલ્ક બસ સુવિધા ઉપલબ્ધ કરાશે. આ સુવિધા ૧૪ ઓગસ્ટ મધરાત્રીથી શ‚ થઈ ૧૫ ઓગસ્ટ મધરાત્રી સુધી ચાલુ રહેશે. ગીતની પંકિત છે કે, ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ ત્યારે ઠેર-ઠેરથી બહેન તેનાં ભાઈની રક્ષા અર્થે રાખડી બાંધવા દુર-દુરથી આવતી હોય છે ત્યારે પરિવહનની પણ સમસ્યા અનેકગણી વધુ જોવા મળે છે ત્યારે યોગી સરકાર દ્વારા જે સુવિધા આપવામાં આવી છે તે ખરાઅર્થમાં સરાહનીય છે.

આ તકે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવતાં કહ્યું હતું કે, રક્ષાબંધન પવિત્ર તહેવાર છે અને તે માટે સમગ્ર જનતાને રક્ષાબંધનની શુભેચ્છા પણ પાઠવું છું ત્યારે આ પ્રસંગે ઉતર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા મહિલાઓને રક્ષાબંધન નિમિતે તમામ કેટેગરીની બસોમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સાથો સાથ મહિલાઓને પૂર્ણતહ સુરક્ષા પણ અપાશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, તમામ બહેનો માટે ઉતર પ્રદેશ સરકારની આ ભેટ છે અને તેઓ તેમનાં ભાઈની રક્ષા માટે રાખડી પણ સરળતાથી બાંધી શકે અને કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવિત ન થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.