Abtak Media Google News

પરમાત્માએ બતાવેલ સામયીક પ્રતિક્રમણ, ઘ્યાન, અનુષ્ઠાનો કરવાથી આઘ્યાત્મીકતાની સાથે આરોગ્ય પણ જળવાઇ રહે છે

સમગ્ર વિશ્વ 21 જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે.વિશ્વની પ્રત્યેક વ્યક્તિ નિરોગી,સ્વસ્થ અને દિઘોયુ ઈચ્છે છે,એ માટે થઈ લોકો યોગ તરફ વળ્યાં છે.મહાન વૈજ્ઞાનિક એવા પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ભૂએહિં જાણં પડિલેહ સાયં ” અથોત્ દરેક જીવાત્માને શાતા અને પોતાનું જીવન પ્રિય છે. કરૂણાસાગર પ્રભુ મહાવીર જગતના સવે જીવોનું હિત ઈચ્છતા હતાં. તેઓએ મોક્ષમાં જતાં – જતાં પોતાની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના 26 માં અધ્યયનમાં સાધકોને સુંદર મજાનું સમય પત્રક આપી દિધું.આગમકાર ભગવંતોએ ” શ્રી આવશ્યક સૂત્ર ” એટલે કે પ્રતિક્રમણ સૂત્રની અણમોલ ભેટ આપી. સામાયિક,પ્રતિક્રમણ,ધ્યાન વગેરે ક્રિયા અને અનુષ્ઠાનો કરવાથી સહજ અને સરળ રીતે યોગ પણ થઈ જાય છે.

પરમાત્માએ નંદી સૂત્રમાં યોગની પરીભાષા સમજાવતાં કહ્યું કે હાથ – પગ લાંબા – ટૂંકા કરવા કે શ્ર્વાસ ઊંચો લેવો અને નીંચો મૂકવો તે નહીં પરંતુ મન,વચન અને કાયાને આત્મા સાથે જોડવા તેને યોગ કહેવાય.યોગને આત્મા સાથે જોડવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.પ્રતિલેખન કરીએ એટલે હાથનું હલન – ચલન થઈ જાય, સામાયિક, ચઉવીસંથો, વંદનાથી લઈને પચ્ચખાણ એમ છ આવશ્યકમાં આજ્ઞા સમયે ત્રણ વંદના કરવાની હોય છે.

નમોથ્થુણં સમયે ડાબો ઢીચણ અને માંગલિક સમયે જમણો ઢીચણ,ઉત્કૃષ્ટ વંદના સમયે તથા ખામણા સમયે એમ પ્રતિક્રમણમાં સમયાંતરે શરીરના વિવિધ અવયવોનું હલન – ચલન રહેતું હોય છે.કાઉસગ્ગ સમયે ધ્યાન થઈ જાય. એકદંરે પ્રભુએ નિર્દેશ કરેલી ક્રિયાઓ,અનુષ્ઠાનો કરવાથી યોગ સુલભ બની જાય છે.આધ્યાત્મિક સાથે આરોગ્યનું પણ જતન થાય છે.મોંઘવારીના સમયમાં પણ દિઘે દ્રષ્ટિવંત પ્રભુ મહાવીર નિ:શૂલ્ક સેવા પૂરી પાડે છે.જ્ઞાન ક્રિયાંભ્યો મોક્ષ.સમયક્ જ્ઞાન સાથે ક્રિયા કરવાથી તેનું ફળ અજોડ મળે છે.પરમાત્માએ બતાવેલ માગે તરફ ચાલીએ તો કયાંય યોગ કે જીમમાં જવાની જરુર ન રહે.રોજ સવારે ઉઠીને તરત જ ચાર લોગસ્સનો કાઉસગ્ગ,દેવ – ગુરુ અને ધમેને ત્રણ – ત્રણ વંદના કરીએ એટલે સ્ફુર્તિ પણ આવી જાય અને પ્રભુનું સ્મરણ પણ થઈ જાય.જો કે લક્ષ તો એક માત્ર મોક્ષનુ જ હોવું જોઈએ. દેહને નહીં પરંતુ આત્માની ખેવના અને માવજત કરવાનું મહાપુરુષોએ કહ્યું છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ તો શરીરને પણ શાતા રહે અને મન પણ સ્વસ્થ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.