Abtak Media Google News

મહાપાલિકા દ્વારા ચોા વિશ્ર્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ: હજારો લોકો જોડાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા પાંચ વિસ્તારો જેમ કે રેસકોર્સ મેદાન, નાનામવા સર્કલ પાસેનું મેદાન, રણછોડદાસજી આશ્રમ સામેનું મેદાન, બોલબાલા માર્ગ (પારડી રોડ), તેમજ સાધુ વાસવાણી રોડ, પરના મેદાનમાં યોગ યોજવામાં આવી હતી.

રેસકોર્ષ મેદાન ખાતે રાજયના અન્ન નાગરિક પુરવઠાના જયેશભાઈ રાદડિયા, મેયર બિનાબેન આચાર્ય, મ્યુનીસીપલ કમિશનર બંછાનીધી પાની, જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, પુર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ગ.ઈ.ઈ. ના બ્રિગેડીયર અજીતસિંહ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, એક્વા યોગના માર્ગદર્શક વંદનાબેન ભારદ્વાજ, આર્ટ ઓફ લીવિંગના એપેક્ષ મેમ્બર નિલેશભાઈ ચંદારાણા ઉપસ્તિ રહેલ.

સાધુ વાસવાણી પરના મેદાન ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારસભ્ય લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટીના પુર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી કમિશનર જાડેજા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, અશ્વિનભાઈ ભોરણીયા, શિલ્પાબેન જાવિયા, અંજનાબેન મોરજરીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, ભાજપ વોર્ડ પ્રમુખ જયસુખભાઈ કારોટીયા, રજનીભાઈ ગોલ, બોલબાલા માર્ગ (પારડી રોડ) મેદાન ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ડેપ્યુટી કમિશનર ગણાત્રા, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, અનીતાબેન ગૌસ્વામી, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ મહેતા, રણછોડદાસજી આશ્રમના સામેના મેદાન ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, નાનામવા સર્કલ પાસેના મેદાન ખાતે શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રફુલભાઈ કારોટીયા, મંત્રી મુકેશભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૮ ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પુર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, શિક્ષણ સમિતિના સદસ્ય કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ડી.બિ.ખીમસુરીયા તેમજ સંગઠનના હોદેદ્દારો સનિક આગેવાનો વિગેરે ઉપસ્તિ રહેલ.

સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક વિગેરે સંસઓ દ્વારા પોતપોતાની જગ્યાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. આજ રોજ યોજાયેલ યોગ દિન નિમિતે રેસકોર્ષ મેદાન ખાતે મેયર બિનાબેન આચાર્ય,  સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી નીતિનભાઈ ભૂત વિગેરે મહાનુભાવો દ્વારા યોગ દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.