સ્વાસ્થ્ય સુધરવા “યોગ” જ સર્વશ્રેષ્ઠ: ગુજરાતમાં તૈયાર થશે એક લાખ યોગ ટ્રેનર

રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સ્વાસ્થ્ય સુધારવા કાર્યક્રમ

વર્ષમાં ૩૦૦થી વધુ કોચ તૈયાર કરાયા

ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગા જાગૃતિ માટેના અનેક કાર્યક્રમનં આયોજન કરવામાં આવે છે. એક વર્ષ સુધીમાં ૩૦૦થી વધુ યોગ કોચ, ૫૦ થી વધુ યોગ સંવાદ કાર્યક્રમ ઓનલાઈન યોગ કલાસ તાલીમ દસ હજારથી વધુ યોગા ટ્રેનરોએ તાલીમ લીધા બાદ હવે એક લાખ લોકોને યોગ ટ્રેનર બનવા માટે એક મહિનાની યોગ તાલીમ આપવામાં આવે છે. જેમાં દરરોજ યોગાભ્યાસ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, સર્વાંગી વ્યાયામ, સુક્ષ્મ વ્યાયામ, પ્રાર્થના હાસ્યાસન, વગેરે કરાવવામાં આવે છે.

ખાસ ૧૫મી ડિસેમ્બરથી દરરોજ સવારે ૬.૩૦ થી ૯.૩૦ અને ૧૯ ડિસેમ્બરથી દરરોજ સાંજે ૪ થી ૬ રેસકોર્ષ ગાર્ડન, શિવાજીના પુતળા સામે યોગા તાલીમ રાજકોટ જિલ્લા યોગ કોચ ચિંતનભાઈ ત્રિવેદી દ્વારા ચલાવવામાં આવે છે.

આ નિ:શુલ્ક શિબિરમાં બાળકો મહિલાઓ તથા પૂરૂષો પણ જોડાયા છે. આ કાર્યક્રમમાં ૭મી જાન્યુઆરીના રોજ મુખ્ય અતિથી તરીકે કર્નલ પી.પી. વ્યાસને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

યોગ શિબિરમાં જોડાયેલા તમામ પાસેથી ઘણુ શિખવા મળ્યું: કર્નલ પી.પી. વ્યાસ

કર્નલ પી.પી. વ્યાસે જણાવ્યું કે આ કાર્યક્રમ યોગા કલબમાં ચિંતનભાઈ દ્વારા મને યોગાતાલિમ અંતર્ગત આવતા લોકોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. તેમને મળીને મને ખૂબજ આનંદ થયો મને તમામ લોકો પાસેથી ઘણુ જાણવા મળ્યું હું તો છેલ્લા ૬૦ વર્ષથી માત્ર પ્રેકટીશ કરૂ છં પરંતુ આજે હું યોગામાં ધુરંધર લોકોને મળ્યો અને ઘણુ શીખવા મળ્યું ખાસ તો તમામ લોકો રાજકોટની જનતાને વિનામૂલ્યે તાલીમ આપવા માટે પોતાની જાતને તપાવી રહ્યા છે. મારા છ દાયકાનાં અનુભવનો નિચોડ અહી પ્રસ્તુત કરવાનો લ્હાવો મળ્યો તે બદલ હું ધન્યતા અનુભવું છું સૌ કોઈ પુરી લગન સાથે જોડાયા અને હજુ આગળ આવા ઉજજવળ કાર્ય તમામ લોકો કરે તેવી શુભેચ્છા જેથી દરેક વ્યકિતને તંદુરસ્તી મળે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. કર્નલ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા શિબિર લાભાર્થીઓ જોઠાયાએ બદલ આનંદની લાગણી અનુભવી હતી.

યોગના હેતુને ઉજાગર કરવા શિબિરો યોજાય છે: યોગ કોચ ચિંતન ત્રિવેદી

રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીકટ યોગ કોચ ચિંતન ત્રિવેદીએ જણાવ્યું કે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત દર મહિને યોગ ટ્રેઈનરને તાલીમ આપવાની જવાબદારી મારી છે. જે અંતર્ગત આજે મુખ્ય અતિથિ તરીકે કર્નલ પી.પી. વ્યાસને આમંત્રીત કરવામાં આવ્યા હતા. તેમના જીવનના અનુભવનો નિચોડ આજે મેળવ્યો જે અનુભવ અદભૂત રહ્યો. દરેક વ્યકિત યોગને ઉજાગર કરે તે હેતુથી આ શિબિરો ચાલી રહી છે. ત્યારે જે કોઈ જોડાયા તેમનો અને કર્નલ પી.પી. વ્યાસનો ખાસ આભાર વ્યકત કરૂ છું.

Loading...