Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનાં ભાગરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પરિસરમાં આજ રોજ તા. ૨૧-૦૬-૨૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૭:૦૦ કલાકેથી ૮:૦૦ સુધી સમૂહ યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

જેની શુભ શરૂઆત યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી પ્રો. અર્કનાથ ચૌધરી, કા. કુલસચિવશ્રી પ્રો. મહેન્દ્રકુમાર દવે, સિનીયર એડવોકેટ શ્રી કિશોરભાઇ કોટક અને ડૉ.જયેશ વઘાસિયાએ દીપ પ્રાગટ્ય કરીને કરી. યુનિવર્સિટી પરિવારનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યાં.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટી કૉલેજ અને અનુસ્નાતક વિભાગ સહિત વેરાવળ નગરની વિવિધ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ યોગ દિવસ કાર્યક્રમમાં કુલ  મળીને ૧૧૪૮ જેટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પ્રાધ્યાપક ડો. જયેશ મુંગરા અને યોગ વિભાગની તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સતત માર્ગદર્શન આપી ઉપસ્થિત તમામ ૧૧૪૮ પાસે ૧ કલાક સુધી નિર્ધારિત યોગાસનો કરાવ્યાં હતા. યુનિવર્સિટીના કા.કુલસચિવ પ્રો.મહેન્દ્રકુમાર દવેએ આ કાર્યક્રમના નોડલ ઓફ઼િસર તરીકે તથા યુનિવર્સિટી પ્રાધ્યાપક ડો. જયેશ મુંગરાએ સંયોજકરૂપે કામગીરી બજાવી હતી.

કાર્યક્રમના અંતે, યુનિવર્સિટીના કા. કુલસચિવશ્રી પ્રો. મહેન્દ્રકુમાર દવેએ સર્વે આમંત્રિત મહાનુભાવો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ  વિદ્યાર્થીઓનો તેમજ નગરજનોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

કુલ સંખ્યા પૈકી વિદ્યાર્થી ભાઇઓ ૪૭૬, વિદ્યાર્થી બહેનો ૪૬૪, અધ્યાપકશ્રીઓ ૬૮, અધ્યાપિકાશ્રીઓ ૪૧, વહીવટી સ્ટાફ ભાઇઓ ૨૫, વહીવટી સ્ટાફ઼ બહેનો ૧૭ તથા યુનિવર્સિટી પરિવારના ૫૭ સભ્યો મળીને કુલ ૧૧૪૮ હાજર રહી વિશ્વ યોગ દિવસની સાર્થકતા સિદ્ધ કરી. યુનિવર્સિટી પ્રાધ્યાપક ડો. જયેશ મુંગરાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કર્યું હતું.જયેશ પરમાર સોમનાથ પ્રભાસ પાટણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.