Abtak Media Google News

વિવિધ શાળાઓની આઠ હજાર વિઘાર્થીનીઓ રેસકોર્સ રીંગ રોડ પર સાયકલ રેલી દ્વારા ‘બેટી પઢાઓ સશકત સમાજ બનાવો’ના અભિયાનને સમાજ સુધી લઇ જશે

ભાજપ આગેવાનો ‘અબતક’ની મુલાકાતે: મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધનસુભાઇ ભંડેરી સહિતનાનું મળી રહેલી માર્ગદર્શન

એકવીસમી સદીના ભારત દેશમાં બેટી બચાવો બેટી પઢાવો નો મંત્ર અને અભિયાનના પ્રણેતા ક્ધયા કેળવણીના પ્રખર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી જયારે રાજકોટ શહેરની પાણીની સમસ્યાને દુર કરનાર નર્મદના આજીમાં અવતરણને વધાવવા આવી રહેલ છે. ત્યારે આવા સતત ગતિશીલ વડાપ્રધાનને વધાવવા કાર્યક્રમના ભાગરુપે શહેરની આઠેક હજાર દિકરીઓ સાયકલ રેલી દ્વારા બેટી પઢાવો સશકય સમાજ બનાવો નો અવાજ બુલંદી સુધી લઇ જશે.

રાજકોટ શહેરની સેલ્ફ ફાયનાન્સ સ્કુલો, નગરપાલીકા સંચાલીત સ્કુલો તેમજ ગ્રાન્ટેડ સ્કુલોની આશરે આઠે ક હજાર વિઘાર્થીનીઓ રાજકોટ શહેરનાં રેસકોષ રીંગ રોઢ પર સાયકલ રેલી દ્વારા બેટી પઢાવો- સશકત સમાજ બનાવો ના અભિયાનને સમગ્ર સમાજ સુધી લઇ થશે.

રાજકોટ મહાનગરપાલીકા, રાજકોટ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, બાન લેબ્સ લી. શહેર પોલીસનું સુરક્ષા સેતુ તેમજ જીનીયર ગ્રુપ ઓફ સ્કુલ્સના સંયુકત ઉપક્રમે આ મહારેલીનું આયોજા તા. ૨૭-૬-૧૭ ને મંગળવાર ના રોજ સવારે ૭.૩૦ વાગ્યેથી કરવામાં આવેલ છે.

આ સાયકલ રેલીમાં જોડાવવા માટે શહેરની જુદી જુદી શાળા-કોલેજની વિઘાર્થીનીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળેલ છે. આશરે એકસોથી વધુ શાળાઓની વિઘાર્થીનીઓ આ સાયકલ રેલીમાં ભાગ લેનાર છે. ભાગ લેનાર વિઘાર્થીનીઓને સત્કારવા અને તેમનો ઉત્સાહ વધારવા શહેરની જુદી જુદી પચીસેક કોલેજોની વિઘાર્થીનીઓ પણ ઉ૫સ્થિત રહેનાર છે. રેસકોર્ષ રીંગરોડ પર બહુમાળી ભવન સામે માધવરાવ સિંધીયા ક્રિેકટ ગ્રાઉન્ડના પ્રવેશદ્વારા પાસે થી શરુ થનાર આ સાયકલ રેલી સમગ્ર રીંગરોડના આશરે સાડાત્રણ કિલોમીટરના રુટ કિલોમીટરના ‚ટ પર વિઘાર્થીનીઓનો ઉત્સાહ વધારવા સાત જગ્યા પર ચીઅરીંગ સ્ટેશન પર જીનીયસ સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ, ન્યુએરા સ્કુલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના વિઘાર્થીઓ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરશે. જેમને કોલેજની વિઘાર્થીનીઓ અને રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના બહેનો સહયોગ આપશે.

બેટી બઢાવો સશકત સમાજ બનાવો, ની આ મહાસાયકલ રેલીને અતિપ્રતિષ્ઠિત એવા લીમકા બુક ઓય વર્લ્ડ  રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, તેમજ ઇન્ડિયન અચીવર્સ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવામાં આવશે. આ સાયકલ રેલીના રેકોર્ડ ને નોંધવા આ સંસ્થાના પ્રતિનિધિઓ રેલીના સ્થળ પર ઉપસ્થિત રહેશે. સમગ્ર રાજકોટ શહેરને ગૌરવ અપાવનાર આ મહારેલીનાં આયોજનને ભારતીય જનતા પક્ષ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન ‚પાણી રાજકોટ-૪ ના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય પુસ્કરભાઇ પટેલ, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી તેમજ કિશોરભાઇ રાઠોડ સતત માર્ગદર્શન આપે છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરનાર જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા સ્વનિર્ભર શાળા સઁચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, મંત્રી અવધેશભાઇ કાનગડ, જતીનભાઇ ભરાડ, ડી.કે. વાડોદરીયા,: ભરતભાઇ ગાજીપરા, મેહુલભાઇ પરડવા, તમામ કારોબારી સદસ્યો તેમજ જીનિયસ ગ્રુપના જય મહેતા, ડીમ્પલ મહેતા, દર્શન પરીખ, કાજલ શુકલા, શ્રીકાંત તન્ના, વિપુલ ઘવા, પ્રજ્ઞા દવે, ખુશ્બુ ગઢીયા, દ્રષ્ટિ ઓઝા, બંસી ભુત, બિંદિયા રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.