Abtak Media Google News

કલાસરૂમ ટીચીંગ, નૈતિક મુલ્યો, વર્ષમાં બે સ્પોર્ટસ એક્ટિવીટી, પ્લાસ્ટીક ફ્રિ કેમ્પસ, વ્યસન મુક્તિ સહિતના પ્રકલ્પો: કથાકાર મોરારીબાપુ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જ્ઞાનવત્સલ્ય સ્વામી, સંદીપ મહેશ્વરી અને ડો.વિવેક બ્રિદ્રાનું ખાસ વ્યાખ્યાન યોજાશે

૧લી મેના ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌ.યુનિ. દ્વારા પાંચ પ્રકલ્પો જાહેર કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આવતીકાલે યોજાનારા આ કાર્યક્રમમાં મોટીવેશ્નલ સ્પીકરની સ્પીચ પણ યોજવામાં આવશે અને સૌથી વધારે અગત્યનું કોલેજીયનોને વ્યસનમાંથી મુક્તિ આપવા માટેનું અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રકલ્પ માટેના કો-ઓર્ડીનેટર ડો.મેહુલભાઈ રૂપાણીની નિમણૂંક કરવામાં આવી છે.

ડો.મેહુલ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આવતીકાલે સૌ.યુનિ. નૂતન પાંચ પ્રકલ્પોની જાહેરાત કરશે જેમાં યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં કલાસ‚મ ટીચીંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે જયારે મોરલ વેલ્યુ એટલે કે, કોલેજીયનો નૈતિક મુલ્યોને અનુસરે તે માટે મોટીવેશ્નલ સ્પીકર્સોની સ્પીચ યોજવામાં આવશે.

જેમાં કથાકાર મોરારીબાપુ, ભાઈ રમેશભાઈ ઓઝા, જ્ઞાનવત્સલ સ્વામી, સંદીપ મહેશ્વરી અને ડો.વિવેક બ્રિદ્રાનું ખાસ વ્યાખ્યાન યોજવામાં આવશે. જેમાં યુનિવર્સિટી ભવન ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાશે. સાથો સાથ વર્ષમાં બે વખત સ્પોર્ટસ એક્ટિવીટી કરવામાં આવશે. જે અંતર્ગત રમત-ગમતની આંતર કોલેજ ૩૨ સ્પર્ધા યોજશે. પ્લાસ્ટીક ફ્રિ કેમ્પસનો પણ પ્રકલ્પ સામેલ કરવામાં આવ્યો છે.

સૌ.યુનિ.ના કુલપતિ ડો.નિતીન પેથાણી, ઉપ કુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલ, ડો.ગીરીશ ભીમાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.ભરત રામાનુજ અને ડો.પ્રવિણસિંહ ચૌહાણ સહિતના આ પ્રકલ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.