Abtak Media Google News

બેઠકમાં જશુમતીબેન કોરાટ, જયેશભાઈ રાદડિયા, કુવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહેશે

ગુજરાત પ્રદેશ ભાજપાના માર્ગદર્શન અનુસાર આગામી તા.૩ને બુધવારના રોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૦૦ કલાકે આત્મીય કોલેજ,રાજકોટ ખાતે રાજકોટ જીલ્લા ભાજપાની કારોબારી રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાશે. તેમ રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે.

આ બેઠકમાં આગામી ચૂંટણીઓના આગોતરા આયોજન રૂપે રાજકોટ જીલ્લાના તમામ મંડલ ઉપર સંગઠનની ચર્ચા અને તેની પૂર્તતા કરવા અંગેનું ચિંતન-મનન તેમજ સદસ્યતા વૃધ્ધિ અભિયાન, દરેક બુથ દીઠ સદસ્ય, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના વિકાસની કામગીરી અંગેની માહિતી ઉપરાંત કારોબારી બેઠક બાદ તમામ મંડલો ઉપર બેઠકો યોજવા અંગેની ચર્ચા-વિચારણાઓ કરવામાં આવશે.

ઉપરોક્ત બેઠકમાં જીલ્લા હોદેદારઓ, જીલ્લા કારોબારી સદસ્યઓ, વિશેષ આમંત્રિત, કાયમી આમંત્રિત, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રભારીઓ, શહેર/તાલુકાના પ્રમુખ/મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા, નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન, વિપક્ષનેતા, તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન, વિપક્ષનેતા તેમજ અપેક્ષિત હોદેદાર-કાર્યકર્તાઓ અપેક્ષિત રહેશે તેમ અંતમાં જીલ્લા મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.