Abtak Media Google News

બંધને સંપૂર્ણ પ્રતિસાદ માટે વેપારીઓ, આગેવાનો, સ્થાનિકો એલાનમાં જોડાશે

અમરેલીમાં તંત્રની અણધડ આવડત અને રોડ રસ્તાના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે પ્રજા દિન બ દિન ત્રસ્ત બની રહી છે. આ અંગે વારંવારની રજુઆત છતાં સરકાર કોઇ સમસ્યાનો હલ લાવતી નથી. જેના વિરોધમાં ગઇકાલે અમરેલીવાસીઓએ રાજકમલ ચોકમાં ઘંટારવ કર્યો હતો.

મળતી વિગતો મુજબ અમરેલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાના કામે ઠેર ઠેર ખોદેલા ખાડાંઓ ખરબચડા માર્ગો તેમજ ધુળની ઉડતી ડમરીઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરના અધુરા અને અણધડ કામો શહેરીજનોને નડતરરુપ બની રહ્યા છે. આ અંગે અનેકવખત લેખીત-મૌખિક  રજુઆતો કરવા છતાં તંત્ર ઉંધમાંથી જાગ્યું નથી.

અંતે કંટાળીને અમરેલીજનોએ આવતીકાલે શુક્રવારે અમરેલી બંધનું એલાન આપ્યું છે. તેમજ ગઇકાલે શહેરની અતિબિસ્માર હાલતથી લોકો જંગે ચડયા હોય તેમ મુખ્ય ચોક રાજકમલ ચોકમાં ઘંટારવ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ધારાસભ્ય વિજરી ઠુંમરની આગેવાનીમાં વેપારીઓ, ભાજપ- કોંગ્રેસના કાર્યકરો સહીત તમામ લોકો જોડાયા હતા.આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી અમરેલી બચાવો નાગરીક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તેમજ આવતીકાલે સમગ્ર અમરેલી બંધનું એલાન અપાયું છે. જેમાં સમસ્ત વેપારીઓ, લોકો જોડાઇ બંધના એલાનને સંપૂર્ણ પ્રતિસાદ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.