Abtak Media Google News

‘ઋતિકને બન્ને હાથમાં લાડુ રાખવા’તા પણ સુઝેને જ સામે ચાલીને તેને છોડી દીધો: કવીનનો કકળાટ

હા, હું અને ઋતિક રોશન લગ્ન કરવાના હતા. બોલીવૂડની કવીન કંગના રનૌટે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખૂલ્લંખૂલ્લા કબૂલી લીધું છે.તેણે કહ્યું કે અમે કાઈટ્સ ફિલ્મના શુટિંગ વખતે નજીક આવ્યા અને ક્રિશ-૩ના શુટિંગ દરમિયાન અમારા પ્રેમને પરવાન ચઢયો. અમે લગ્ન કરવા માગતા હતા. પણ ઋતિકે બેક સ્ટેપ લીધા અને બાદમાં ફેરવી તોળ્યું કે હવે આપણે લગ્ન નહીં કરી શકીએ હું મારી પત્ની (સૂઝેન)ને ડીવોર્સ નહી આપી શકું. આપણી વચ્ચે રીલેશન છે તે ર્હેશે જ.ઋતિકને બન્ને હાથમાં લાડવો જોઈતો હતો. પણ પાસા ઉલટા પડી ગયા અને સુઝેને જ સામે ચાલીને ઋતિને ડીવોર્સ આપી દીધા. કંગનાનો કકળાટ અહીં જ નથી અટકતો. તે કહે છે કે શેર બજાર આંક (સેન્સેકસ)ની જેમ તેના પ્રેમનો પારો ચઢતો-ઉતરતો રહ્યો.મને ‘કવીન’માં દોમ દોમ પ્રસિધ્ધિ મળી એટલે તે ફરી મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ આ વખતે બાજી મારા હાથમાં હતી. સૂઝેને પણ ડીવોર્સ આપ્યા અને મેં ભાવ ન આપ્યો એટલે તેણે મને નીચા બતાવવાનું શ‚ કર્યું.ઈન્ટરવ્યૂમાં કંગનાએ જબાનને લગામ આપ્યા વિના કહ્યું કે તે (ઋતિક) મારી બર્થ ડે પાર્ટીમાં જમીન પર આળોટીને નાચ્યો હતો. કવીનની સકસેસ બાદ મારા ખોળામાં માથું રાખવા તૈયાર થયો હતો અને હવે હું એક દરવાજેથી આવું તો બીજા દરવાજેથી છૂમંતર થઈ જાય છે.મારે એને મળવું છે. પરંતુ એ હાથમાં નથી આવતો. ઈન્ટરવ્યૂમાં કંગનાના દિલમાં ઋતિક પ્રત્યેની ભારોભાર નફરત દેખાઈ આવી. ઈન્ટરવ્યૂમાં તેણે અભિનેતા શેખર સુમનના પુત્ર અધ્યયન સુમનને પણ આડે હાથ લીધો હતો. કંગનાએ પોતે જાદુ ટોના કરતી હોવાના આક્ષેપને સદંતર નકારી કાઢ્યો હતો.કંગનાની કારકિર્દીની શરૂઆતમાં અભિનેતા આદિત્ય પંચોલીએ તેનું જાતીય શોષણ કર્યું હતુ. કંગનાએ કોઈ જાતના સંકોચ વિના પંચોલીનું નામ લીધું હતુ.કંગનાએ તનુ વેડ્સ મનુ, તનુ વેડસ મનુ રીટર્ન્સ અને કવીન થકી પોતાને એક શ્રેષ્ઠ અભિનેત્રી સાબિત કરી છે. છેલ્લે આવેલ ફિલ્મ રંગૂન ખાસ ચાલી નથી હવે તેની આગામી ફિલ્મ સિમરન રજૂઆત માટે તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.