Abtak Media Google News

‘અબતક’ આયોજીત વિશ્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઈન શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણોજન્મોત્સવ

શ્રીમદ્દ ભાગવત અઢારે પુરાણામાં સર્વ શ્રેષ્ઠ છ. વ્યાસજીએ તો એને શબ્દબઘ્ધ કર્યું પણ સ્વયં પ્રભુએ પોતે એને સ્વમુખે કહ્યું છે. ભાગવતનો અર્થ જ એ છે કે ‘ભગવતા પ્રોકતં ભાગવતમ’ આમ ભાગવતના આદિનારાયણ સ્વયં છે.

ત્યારબાદ ભાગવત કથા નારદ અને શુકદેવજીએ કરી. ભારતીય સંસ્કૃતિમાં સંત જીવનની ખુબ જ મહત્વની ભૂમિકા છે. માનવજીવનને પરમ કલ્યાણકારી બનાવવાનું સહજ લક્ષ્ય રાખીને ગંગાની માફક પવિત્ર નિર્મળ જીવન જીવનારા અસંખ્ય સંતો આ ભારતની ભૂમિ પર અખંડ અને અવિચય વિચરતા રહ્યા છે.

Dsc 0108

અબતકનાં આંગણે આયોજીત ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં અનેરો આનંદ છલકાયો હતો. કર્મચારીગણની સાથોસાથ મહેમાનોએ કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ખુબ જ ભાવભેર માણ્યો હતો. નોંધનીય છે કે, આપણા વિઘ્વાન કથાકાર અને શ્રોતાઓ-બંધુભગીનીઓને પ્રત્યેક મિનિટે જુદા-જુદા પ્રસંગો અને પરમાત્મા ભકતોનાં અસાધારણ વર્ણનો અને દાખલા, દલીલો તથા ઉદાહરણો સાથે લીન રાખીને અબતકનાં ભકિતભીનાં આંગણે ઉપસ્થિત રહેલા અને ગુજરાતભરમાં કથાનુંપાન કરતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Dsc 0089

તેમણે ડગલેને પગલે જ્ઞાન અને બોધની સરવાણી વહાવીને તેમની કથામાં જ્ઞાન, ભકિત અને સંસ્કૃતિનો સમન્વય કર્યો હતો અને એવું પ્રતિવાદન કર્યું હતું કે, બદલતા જમાનાને અને કોન્વેન્ટ કલ્ચરનાં આક્રમણ સામે ભારતનાં પુરાણ ગ્રંથોને ઋષિમુનીઓની વૈદિક વરણીને વિજયી બનાવવી જ પડશે. તેમણે માતાઓ, પિતાઓ અને સદગુરુની વાણીનો વ્યાપ સતત વધતો રહે તેના પર ભાર મુકયો હતો.

Dsc 0132

આ કથામાં સિંગર-નિરવ રાયચુરા, કીબોર્ડ-દિપક વાઢેર, તબલા-હાર્દિક કાનાણી, ઢોલક-યશ પંડ્યા, ઓક્ટોપેડ-કેયુર બુદ્ધદેવ અને સાઉન્ડ-ઉમંગી સાઉન્ડના કારણે અવિસ્મરણીય બનીરહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.