Abtak Media Google News

નલીયા . અને અમરેલી . ડિગ્રી સાથે ઠંડાગાર: રાજકોટમાં ઠંડીનું જોર ઘટયું

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન આગામી રવિવારથી રાજયમાં કોલ્ડવેવની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ વોનીંગ આપવામાં આવી છે. નલીયા આજે ૮.૬ ડીગ્રી અને અમરેલી ૮.૮ ડીગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લધુતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. એક દિવસમાં લધુતમ તાપમાનનો પારો ૩ ડીગ્રી સુધી ઉંચકાતા ઠંડીનું જોશ ઘટયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.

ગઇકાલનું મહત્તમ તાપમાન ૩૧.૭ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આજથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષા થવાની સંભાવના છે આ ઉપરાંત સાઉથ ચાઇનામાં તબૂક નામનું વાવાઝોડું સજાર્યુ છે જે આગામી દિવસોમાં અંદમાન નિકોબારમાંથી પસાર થશે જો કે તેની અસર ભારતમાં વર્તાશે નહીં.

હિમવર્ષાના કારણે આગામી ૬ થી ૮ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં કોલ્ડવેવની સંભાવના રહેલી છે. સામાન્ય લધુત્તમ તાપમાન કરતાં ૩ ડીગ્રી જેટલું નીચુ રહેવા પામશે. રાજયમાં અનેક શહેરોમાં લધુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી જશે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે નલીયાનું લધુતમ તાપમાન ૮.૬ ડીગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ ડીગ્રી પ્રતિકલાક રહેવા પામી હતી. ગઇકાલનું મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી સેલ્શીય નોંધાયું હતું. અમરેલી પણ આજે કાતીલ ઠંડામાં ઠંઠુવાયું હતું. અમરેલીનું લધુત્તમ તાપમાન આજે ૮.૮ ડીગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪.૪ કી.મી. જયારે ગઇકાલનું મહત્તમ તાપમાન ૩૧.૪ ડીગ્રી નોંધાયું હતું.

જુનાગઢનું લધુત્તમ તાપમાન આજે ૧૦.૬ ડીગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૬ડીગ્રી સેલ્સીયસ નોંધાવ્યું હતું. પવનની ઝડપ ૨.૩ કી.મી. અને ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેવા પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.