યેં તેરા ઘર, યેં મેરા ઘર, યેં ઘર બહોત હસીન હૈ….

73

કોરોના વાયરસના કઠીન સમયગાળા દરમિયાન ઘરમાં પુરાઈને વિવિધ પ્રવૃતિ કરવાની તક ઝડપી લેતા શહેરના મહાનુભાવો

કોરોના વાયરસના સંક્રમણના કેસ ઉપર લગામ રાખવા માટે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સમય પસાર કરવા લોકો વિવિધ ઉપાય કરે છે. કેટલાક ઉપાયો અંગે સોશિયલ મીડિયામાં ગમ્મત પણ થઈ રહી છે. ૨૧ દિવસનો સમય અતિ વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે સમય મિલાવવાની તક સમાન છે. રાજકોટના આગેવાનો  પરિવાર સાથે રહી આ સમયને ખુબજ આનંદથી પસાર કરી રહ્યાં છે. રાજકોટની અગ્રગણ્ય સંસ્થાઓના માલિકો ઘરકામ સહિતની કામગીરીમાં પરિવારની મદદ કરતા પણ જોવા મળ્યા છે. કોરોના વાયરસના કઠીન સમયગાળા દરમિયાન લોકો ઘરમાં પુરાઈને વિવિધ પ્રવૃતિ કરતા હોય છે. સામાન્ય રીતે ટીવી જોવુ, મોબાઈલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો અથવા ગેમ રમવી સહિતની પ્રવૃતિમાં લોકો રચ્યા-પચ્યા રહે છે. અલબત ૨૧ દિવસના લોક ડાઉન દરમિયાન વ્યસ્ત કારકિર્દીમાંથી પરિવાર માટે સમય ફાળવવાની અનેરી તક કુદરત દ્વારા અપાઈ હોય તેવું ફલીત થઈ રહ્યું છે. લાંબા સમય પરિવારથી દૂર રહ્યાં હોય તેવા લોકો પણ પરિવાર સાથે વિચારોની આપ-લે કરવા લાગ્યા છે. અત્યાધુનિક ૨૧મી સદીમાં પરિવાર માટે પુરતો સમય ન ફાળવી શકનાર વ્યક્તિ માટે કોરોના વાયરસમાં લોકડાઉનની સ્થિતિ આગામી સમયમાં વિચાર બદલી શકે તેવી શકયતા છે.

કુદરતે પ્રકૃતિને માણવાનો સમય આપ્યો છે: હરિશ ચાંદ્રા

અતુલ મોટર્સના એમ.ડી. હરિશ ચાંદ્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે શરૂઆતમાં લોકડાઉનની જાહેરાત વિશે સાંભળી એમ થયું હતુ કે ૨૧ દિવસ કઈ રીતે નીકળશે પરંતુ હાલમાં જે રીતે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. તો મોરારીબાપુના શબ્દોમાં આ ૨૧ દિવસના અનુષ્ઠાનમાં અનેક ધાર્મિક કાર્યો થઈ શકશે. ખાસ તો આ ૨૧ દિવસમાં ફેમીલી સાથે રહી સમયા પસાર થાય છે. કારણ કે પહેલા જમવા સમયે જ પરિવાર સાથે રહેવા મળતું ખાસ છેલ્લા કેટલાય વર્ષથી જે અનુભવ નહોતો થયો તે હાલ થયો છે. સાથોસાથ લોકડાઉનને હકારાત્મક રીતે સ્વિકારી હવે શું કરવું તેવોએ તેજ વિચાર્યું તો દિનચર્યા જ બદલી ગઈ ખાસ તો લોક ડાઉનના કારણે તેમના કર્મચારીઓની જરૂરીયાત શુ છે તે પણ તેઓએ ડિજીટલ માધ્યમથી જાણ્યું લોકડાઉનના કારણે પ્રદુષણ ઘટયું હોય અને પ્રકૃતિ ખીલી હોય તેવું લાગે છે. તો કદાચ કુદરતે પ્રકૃતિને ઓળખવાનો ૨૧ દિવસનો સમય આપ્યો છે. ઉપરાંત તેમના પત્નીએ જણાવ્યું કે, ભૂતકાળમાં કયારેય આ રીતે તેવો સાથે રહ્યા જ નથી. પરંતુ બે દિવસો પછી જાણવા મળ્યું કે જે પ્રવૃત્તિ કરવા માટે તેમને સમય નહોતો ત્યારે તેઓને તે પ્રવૃત્તિ માટે સમય મળ્યો છે.

ખાસ તો તેમના પુત્ર અને પતિએ આપમેળે જ ઘરમાં મદદ કરવાનું વિચાર્યું આ બાબત તેમને નવાઈ લાગી આધ્યાત્મિક તંદુરસ્તીમાં વધારો ધ્યાન અપાય છે.માટે લોકડાઉનને દરેક વ્યકિતએ સ્વિકારી સરકારને સાત આપવો જોઈએ.

પરિવાર સાથે સમય વિતાવવામાં મળે  છે નિજાનંદ: બીપીનભાઇ હદવાણી

ગોપાલ નમકીનના બીપીનભાઇ હદવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કહ્યું હતું કે, સરકાર દ્વારા જે લોકડાઉન માટે જે સુચનાઓ આપી છે, તેને પૂર્ણાત: નિભાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન પૂર્વે રાબેતા મુજબ કામગીરી કરવામાં આવતી હતી. જે હવે ન થતા ન થતાઁ થોડુ અજૂકતુ લાગે છે. લોકડાઉન થતા કામ કરવા આવતા મજૂરોની ઉપસ્થિત ન રહેતા પરિવાર ઉપર કામનું ભારણ વઘ્યું છે. ત્યારે ટી.વી. અને સમાચાર સાંભળી પરિવાર સાથે વાતચીત કરી સમય પસાર કરવામાં આવી રહ્યો છે. હાલની વાત કરીયે તો વ્યકિતગત આનંદ છે કે, પરિવાર સાથે સમય વિતાવવાનો મૌકો મળ્યો, તો બીજી તરફ દુ:ખ પણછે કે ફેકટરીનાં કર્મચારીઓ સાથે સમય વિતાવો શકય બન્યો નથી.

અંતમાં તેઓએ માહીતી આપતા જણાવ્યુ હતું કે, હાલ જે સમય મળ્યો છે તેમાં પરિવાર સાથે જ સમય વિતાવવામાં ખુબ જ આનંદ આવે છે.

મહિનામાં એક દિવસ ચૂસ્તપણે પરિવાર સાથે જ વિતાવવો જોઇએ: મૌલેશભાઇ ઉકાણી

બાનલેબનાં મૌલેશભાઇ ઉકાણીએ અબતક સાથેની વાતચીતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે ર૧ દિવસનાં લોકડાઉન પરીયડ પહેલા વહેલી વહેલી સવારે ઉઠી, રોજીદગી ક્રિયા પૂર્ણ કરી ઓફીસે જવાનું થતું હતું. ત્યારે સમય કયારે પસાર થઇ જતો તે ખબર જ પડતી ન હતી.

હવે જયારે ર૧ દિવસ ઘરમાં જ રહેવાનું થયું છે, ત્યારે વ્યકિતગત કરતા પરિવારમાં અચંભો જોવા મળે છે. કે આ કેવી રીતે શકય બને, વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, માં જગદંબા અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે આ વિકટ સમસ્યામાંથી વહેલાસર પાર પાડે જયારે લોકડાઉન સમયમાં પરિવાર સાથે જે સમય વિતાવવાનો મોકો મળ્યો છે તે ખુબ જ સારી વાત છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ખરા અર્થમાં લોકોએ એક મહિનામાં ઘરમાં જ લોકડાઉન થવું જોએ અને આખો દિવસ પરીવાર સાથે જ વિતાવવો જોઇએ.

સામાન્ય રીતે રોજીંદી ક્રિયા બાદ સીધા ઓફિસે જતા મૌલેશભાઇ ઉકાણીએ લોકડાઉનના ૨૧ દિવસના સમયગાળો સંપૂર્ણ પરિવારને અર્પણ કર્યો હોય તેમ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

Loading...