Abtak Media Google News

ચિત્રકૂટના ગ્રામોદય મેળામાં યુવરાજથી સૌ કોઈ આકર્ષિત

ચિત્રકૂટમાં આયોજિત ગ્રામોદય મેળામાં સુપર સાંઢ યુવરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ૯.૨૫ કરોડ રૂપિયાની કિંમતનો આ સાંઢ પ્રતિ વર્ષ ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. યુવરાજને દરરોજ આહારમાં ૨૦ લિટર દૂધ, ૧૦ કિગ્રા ફળ, પાંચ કિગ્રા ઘાસચારો સામેલ છે. આ સાથે જ તે દરરોજ પાંચ કિમી ચાલે પણ છે.

કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ મેળામાં આકર્ષણ અને કુતુહલનું કેન્દ્ર બનેલા ૧૫ ક્વિન્ટલ વજનના ૯ વર્ષના આ સાંઢની કિંમત  ૯.૨૫ કરોડ છે. તેના માલિક હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી કર્મવીર સિંહે કહ્યું હતું, યુવરાજ અમારા પરિવારના સભ્ય જેવો છે અને અમે તેને બાળકની જેમ ઉછેર્યો છે. હું દરરોજ તેના માટે ૩ થી ૪ હજાર રૂપિયા ખર્ચ કરું છું. તેમણે કહ્યું હતું કે યુવરાજે અનેક દૂધાળી ભેંસોના કૃત્રિમ ગર્ભધારણમાં પણ સહાયતા કરી છે. આ સાંઢના વીર્યથી ૭૦૦-૮૦૦ ડોઝ તૈયાર થઈ શકે છે. જેનાથી ભેંસોને ફલિત કરવામાં આવે છે. કર્મવીરે કહ્યું હતું, યુવરાજથી અમને દર વર્ષે ૫૦ લાખ સુધીની કમાણી થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.