Abtak Media Google News

યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડે મંગળવારે ભારતમાં YZF-R1 નું 2018 મોડેલ લોન્ચ કર્યું છે. આ મોડેલની કિંમત 20.73 લાખ રૃપિયા (એક્સ- શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. આ ભારતમાં સી.બી.બી. ઇમ્પોર્ટૉસ થશે. નવી કલર સ્કિમ (બ્લેક અને બ્લુ) ઉપરાંત અપડેટ ક્વિક શિફ્ટ સિસ્ટમ(QSS) પણ છે. સાથે સાથે લિફ્ટ કંટ્રોલ સિસ્ટમનું(LIF) અપડેટ આપવામાં આવ્યું છે.

જોકે નવું યામાહા વાયઝેડએફ આર 1 માં એન્જિન છેલ્લા મોડેલની જેવું જ રાખવામાં આવ્યું છે. 998સીસીમાં, લિક્વિડ કુલ્ડ, ઇન લાઇન ફોર એન્જિન છે. જે 13,500rpm પર 200ps પાવર અને 11,500rmp પર 112.4Nm નું પિક ટોર્ક જનરેટ કરશે. YZF-R1 નું નવું મોડેલ MotoGP કોન્સેપ્ટ આધારિત છે.

આઇએએનએસના અહેવાલો પ્રમાણે, કંપનીએ આગળ જણાવેલી એક નિવેદન પ્રમાણે, YZF-R1 યમહાના વાયઝેડઆર-એમ 1 ક્રોસ પ્લેન ટેકનોલૉજીથી વિકસિત છે, જેની ક્રોસ પ્લેન ક્રાકશેફ્ટ અનઇવન 270 ડીગ્રી -180 ડીગ્રી -90 ડીગ્રી- 180 ડિગ્રી ફાયરિંગ સિક્વન્સ સાથે દમદાર ટેક્શન અને લીનિયર ટોર્કનો અનુભવ આપે છે.

આ મોડલમાં કોમ્પેક્ટ ચેસીજ- મેગ્નેશિયમની રીઅર ફ્રેમ, લોંગ સ્વિંગ આર્મ અને મેગ્નેશિયમ વ્હીલ્સ સાથે બેસ્ટ સસ્પેનશન આપે છે. નવી ક્વિક શિફ્ટ સિસ્ટમ સાથે તેની હાઇ ટેક ઇલેક્ટ્રોનિક કંટ્રોલ ટેકનોલોજી શ્રેષ્ઠ નિયંત્રણ આપશે.

બાઈકના લોન્ચ પર યામાહા મોટર ઈંડિયા પ્રા. રોય કુરિયનએ જણાવ્યું હતું કે, ‘નવું યઝેડએફ-આર 1 મોડેલ ભારતીય બજારમાં સુપરબાઇક સેકસનમાં યામાહાને સશક્તિકરણ આપશે. આ ટેકનોલૉજી યામાહાની રેસીંગ મશીન માથી લેવામાં આવી છે. ‘

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.