કોરોનાના અશકત દર્દી પાસે પોર્ટેબલ રોબોટીક મશીનથી લેવાતા એકસ-રે

કોવિડ હોસ્પિટલ ખાતે અનેક સુવિધાઓ ઉપલબ્ધ

રાજકોટ સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગાયનેક, ચિલ્ડ્રન, કિડનીના કોરોનના દર્દીઓ માટે ખાસ વોર્ડ અને વિશેષ સારસંભાળ રાખવામાં આવે છે.  આજ પ્રકારે કોરોનાના ગંભીર દર્દીઓ માટે એક વિશિષ્ઠ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, એ છે  પોર્ટેબલ એક્સ-રે મશીનની. ખાસ કરીને  જે દર્દીઓ અશક્ત છે અને હલનચલન કરી શકતા ની તેવા દર્દીઓ એક્સ-રે પડાવવા માટે હોસ્પિટલના પહેલા માળે આવેલ એક્સ-રે લેબ સુધી આવી શકતા ની તેમના માટે ખાસ રોબોટિક એક્સ-રે મશીન દર્દીના બેડ સુધી લઈ જવામાં આવે છે.

કોરોનાના દર્દીઓમાં વાઇરસને સંલગ્ન ફેફસામાં કફ અને અન્ય અસર જોવા માટે  એક્સ-રે જરૂરી છે. જેના રિપોર્ટ પરી દર્દીની સારવાર અંગે આગળ પગલાં લેવામાં આવતા હોઈ છે. આ માટે ખાસ પ્રમ માળે એક્સ-રે વિભાગ આવેલો છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓના એક્સ-રે લેવામાં આવે છે. દાખલ યેલા દર્દીઓ એમાય ખાસ કરીને ગંભીર દર્દીઓ કે જે ચાલી શકવા અસર્મ હોઈ તેવા દર્દીઓના સૂચના મુજબ એક્સ-રે લેવામાં આવે છે તેમ એક્સ-રે ટેક્નિશિયન બીજલ પટોડીયા અને પ્રિયા ગોસરાજ જણાવે છે. પી.પી.ઈ કીટમાં સજ્જ આ ટેક્નિશ્યન જણાવે છે કે દર્દીઓના ‘એ’ સાઈડ , ‘બી’ સાઈડ એક્સ-રે સૂચના મુજબ અમને કેસ પેપરમાં જણાવવામાં આવે છે તે મુજબ ઇમર્જન્સીમાં ૧૦૮ ની જેમ દર્દીના બેડ સુધી મશીન લઈ અમે પહોંચી જઈએ છીએ. દર્દીઓના એક્સ-રે શૂટ કરી પ્લેટ લેબમાં મોકલવામાં આવે છે. જે સ્કેન કરી કમ્પ્યુટરમાં લેવામાં આવે છે. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢવામાં આવે છે. આ એક્સ-રે પરી રેડીયોલોજીસ્ટ અને મેડિકલ ટીમ આગળ જરૂરી નિદાન કરે છે. કોવીડના પેશન્ટ માટે એક્સ-રે લેતા આ ટેક્સનીશ્યનો ૬(છ) કલાક પી.પી.ઈ કીટમાં તેમની જાતને સુરક્ષિત રાખી આ કામ જોખમી હોવા છતાં તેઓ હિંમતપૂર્વક તેઓની ફરજ નિભાવી રહ્યા છે.  આજ રીતે અન્ય લેબ ટેક્નિશ્યન  પ્રિયા ગોસરાજ પણ આજ પ્રકારે ઓપીડી પેશન્ટ માટે પણ એક્સ-રે લેબમાં તેમજ પોર્ટેબલ મશીન ઓપરેટ કરે છે.

Loading...