Abtak Media Google News

આઇપીએલમાં બોલીંગમાં પંડયાને આરામ એ યુઘ્ધ પહેલાની શાંતિ

કહેવાય છે કે ક્રિકેટ ઇઝ ધ મેન્ટલ ગેમ, ત્યારે કોઇપણ ટીમ માટે કોઇ એક ખેલાડી એકસ ફેકટર હોઇ છે. એવી જ રીતે ભારતીય ટીમ વિશે જો વાત કરવામાં આવે તો ટીમનો એકસ ફેકટર કોઇ હોઇ તો તે હાર્દિક પંડયા છે, ટીમ જયારે કપરી પરિસ્થિતિમાં જોવા મળે, તે સમયે હાર્દિક તેની બેટીંગ તથા તેની બોલીંગથી વિપક્ષી ટીમને ધૂળ ચાટતી કરી દેવા સક્ષમ છે. આગામી વર્ષ ૨૦૨૧માં ત્રણ મોટી સીઝન રમાવવા જઇ રહી છે, જેમાં ભારતીય ટીમનું ઓસ્ટ્રેલીયા ટુર, ઇગ્લેન્ડ ટુર અને ટી-ર૦ વિશ્ર્વ કપ, તયારે આ ત્રણ મહત્વપૂર્ણ સીઝનમાં ભારત માટે જો કોઇ કડી મજબુત હોઇ તો તે હાર્દિક પંડયા છે.

જે ખેલાડીને ઓળખી ન શકાય, જેમ કે તેની રમત તો તે ખેલાડી ટીમ માટે ડાર્ક હોર્સ સાબીત થાય છે. જેનું ઉતર ઉદાહરણ છે હાર્દિક પંડયા.

હાર્દિક ક્રિકેટની સાથો સાથ બેટીંગ અને બોલીંગની પરીભાષાને બદલી નાખી છે. પહેલાના સમયમાં ક્રિકેટ રમતા નામાંકિત ખેલાડીઓ ‘ફન્ટ ફુટ’ ઉપર આવી હિટીંગ કરતા નજરે પડતા હતાં. જેમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, સહેવાગનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એક માત્ર હાર્દિક પંડયા જ એવો ખેલાડી છે, કે જે બેકફુટ ઉપર  આવી હીટીંગ કરતો નજરે પડે છે.

હાલની આઇપીએલ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ તેના સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાને બોલીંગ નથી કરાવી રહ્યા માત્રને માત્ર બેટીંગ ઉપર જ ઘ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જેના પરીણામ રુપે મુંબઇને જીતનો સ્વાદ ચખાડવામાં પણ હાર્દિકનું યોગદાન અનેરુ રહ્યું છે. હાલ જે રીતે હાર્દિક પંડયાને બોલીંગ આપવામાં નથી આવી રહી તે જાણે યુઘ્ધ પહેલાની શાંતિ હોવાનાં પણ એંધાણ હોઇ તેવું લાગે છે.

હાર્દિક પંડયાની બોલીંગ બેટસમેનોને સમજવી અત્યંત અધરી છે. જેથી પંડયા બોલીંગમાં પણ જાદુ કરતા નજરે પડે છે. અંતમાં બે વાત સ્પષ્ટ છે, કે ભારતીય ક્રિકેટ ટીમ માટે જો કોઇ હુકકમનું પાનુ હોય તો તે હાર્દિક પંડયા છે નહિ કે કોઇ અન્ય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.