Abtak Media Google News

પૂર્વ સૈનિકોએ પુલવામાંમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરીને આક્રોશ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

કાશ્મીરના પુલવામાંમાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં અર્ધ લશ્કરી દળ સી.આર.પી.એફ.નાં ૪૪ જવાનો શહીદ થયાહતા આ હુમલા સામે દેશભરમાં ભારે જનાક્રોસ જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેર શ્રધ્ધાંજલી કાર્યક્રમોનું અને આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર-કચ્છ માજી સૈનિક અનુજાતી, અનુજનજાતી સેવા મંડળ દ્વારા આ શહીદ જવાનોને શ્રધ્ધાસુમન આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ સીવીલ હોસ્પિટલ પાસે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રધ્ધાંજલી અર્પણ કર્યા બાદ આક્રોસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ આક્રોશ રેલી કલેકટર કચેરી સુધી ગઈ હતી જયાં કલેકટર તંત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને આવેદન પત્ર પાઠવવામા આવ્યુંતુ જેમાં અર્ધલશ્કરી દળોનાંશહીદ જવાનોને શહીદ તરીકે દરજજો મળતો ન હોય શહીદનો લાભ અપાવવા પેન્શન આપવા શહીદના પરિવારજનોને એક કરોડ રૂ.ની મદદ કરવા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા સહિતની માંગ કરવામાં આવી હતી.Vlcsnap 2019 02 21 11H57M03S167

આજરોજ અમર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર માજી સૈનિક દ્વારા રાખેલો છે. પુલવામાં જેટલા જવાનો શહીદ થયા છે તે શહીદ જવાનોના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના શહીદ પરિવારોને શહીદનો દરજજો આપવામાં આવે તેમજ શહીદોની ધર્મ પત્નીઓને એક કરોડની સહાય આપવામાં આવે તેમજ તેમના કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે અને સાથે સાથે શહીદ જવનોના પત્નીને સહકાર દ્વારા પેન્શન આપવામાં આવે.

જે ૨૦૦૫ ભરતી થયેલાનું પેન્શન સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. જે પરિવારના કમાવનાર જ શહીદ થયા છે તો તેમના માટે પેન્શન ચાલુ થવું જોઈએ સાથે સાથે ભારતની આમ જનતાને ઉદાર દિલથી ફંડ ફાળો આપે છે. ઉદ્યોગપતિ અભિનેતા દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ જાહેર કરવામાં નથી આવી ઉત્તર પ્રદેશના સૌથી વધારે જવાનો શહીદ થયા છે. મુખ્યમંત્રી યોગીનાથને અમારી વિનંતી છે કે શહીદ પરિવારને આર્થિક મદદ કરવામાં આવે બીજા રાજયોના પણ બે બે બે કે વધુ જવાનો શહીદ થયા છે તેમના પણ પરિવારોને મદદ કરે એવી અમારી વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.