Abtak Media Google News

મોદીની આ યોજના સફળ થાય તો વિકસિત રાષ્ટ્રોનું અર્થતંત્ર બગડી જવાની આશંકા

કૃષિ પ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં જગતના તાત કહેવાતા ખેડુતોની હાલત દાયકાઓથી દયનીય રહેવા પામી છે. જેથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવા બીડુ ઝડપયું છે. મોદી સરકાર દ્વારા ખેડુતોની આવક વધારવા અનેક નવી યોજનાઓ કાર્યરત કરી છે. જેનાથી ધીમેધીમે ખેડુતોની સ્થિતિ સુધરી રહી છે. ભારતના ખેડુતોનું ઉત્પાદન વધે તો વિશ્ર્વભરમાં કૃષિ ઉત્પાદનોનું નિકાસ વધે જેનાથી હાલમાં નિકાસ કરી રહેલા વિકસિત દેશોના અર્થતંત્ર પર સીધી અસર પડે તેવી સંભાવના છે. જેથી, વિશ્ર્વ વેપાર સંસ્થાઓ સાથે જોડાયેલા આ વિકસિત રાષ્ટ્રો મોદીની આ યોજના માટે મકકમતાથી મુંઝવણમાં મુકાય જવા પામ્યા છે.

વિશ્ર્વ વેપાર સંઘ ડબલ્યુટીઓ વેપારમા નાણાંની ચૂકવણી અને સભ્યો વચ્ચેની સ્પર્ધા પર નિયંત્રણ માટેના આકરા નિયમો માટે જાણીતું છે ડબલ્યુટીઓએ જૂન 25-26ની બેઠક માટે 62 પેજના અહેવાલમાં વેપનાર ક્ષેત્રે ચાલતી સંભવિત ગેરરીતિ અને આંકડાની માયાજાળની ચોખવટ માટે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેએ પોતાના દેશોની ખેતીની આવક વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. ટ્રમ્પે ચાઈના સાથેની ટ્રેડવોરની ખાધની પુરતી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતના ધરેલુ ખેત આધારીત અર્થતંત્રની મંદી નિવારવા માટે ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

જેથી યુરોપીયન સંઘે ભારત પાસેથી જાણકારી મેળવવાનો પ્રયસા કર્યો છે કે વડાપ્રધાન મોદી ખેતીના વિકાસ અને ગ્રામીણ વિકાસ માટે 25 ટ્રિલિયનના ખર્ચ કરવાની દરખાસ્ત કરીને 2022 સુધીમાં ખેડુતોની આવક બેવડી હતી પાંચ વર્ષમાં 100 ટ્રિલિયન રૂપીયાનો અર્થતંત્ર ઉભુ કરવાનો લક્ષ્ય જાહેર કર્યો છે. તેને મોદી સરકાર કેવી રીતે આંબશે વૈશ્ર્વિક વેપાર બજારના ભાવ અને ઉત્પાદનના દરના સંકલન વચ્ચે આ કેવી રીતે આ શકય બનશે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. અમેરિકાએ બાસમતી ચોખા અને ધરેલુ ઉત્પાદન અને વધારે ભાવના ઘઉંની ખરીદી માટે ભારતની 5%ની નિકાસ સહાયનો મુદો ઉઠાવ્યો છે. ભારતની વેપાર ક્ષમતા અને ઘઉંની સંગ્રહ શકિતને ધ્યાને લીધી છે.

નરેન્દ્ર મોદી સરકારની ખેડુતોની આવક બમણી કરવાની યોજના અને અમેરિકાના ખેતી વિકાસના પ્રોજેકટ અંગે ડબલ્યુટીઓએ સંશોધન શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.