Abtak Media Google News

તમે જોયું હશે કે પાણીમાં વધુ સમય રહેવાને કારણે તમારી આંગળીના ટેરવા પર કરચલીઓ પડી જાય છે. તમને આને લઈને ઘણા પ્રકારના કારણો જણાવવામાં આવ્યા હશે અથવા તમને નહિ જાણતા હો કે આખરે એવું કેમ થતું હશે. જાણો…

 આંગળીઓની ચામડી પર પાણી શોષાવાને કારણે એવી થઈ જાય છે, પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ આંગળિયોની નીચે રહેલી રક્તવાહિનીઓ સંકોચાવાને કારણે એમ થાય છે.

ન્યૂ કાસલ યુનિવર્સિટિના રિસર્ચરે અભ્યાસ કરતા સ્વયંસેવકોને સુકાયેલી અને ભીની વસ્તુઓ પકડવા માટે કહેવામાં આવ્યું જેમાં અલગ અલગ આકારના માર્બલ્સ પણ હતા.

સ્વયંસેવકોને પહેલા એ વસ્તુઓ કોરા હાથે ઊઠાવવાની હતી અને પછી આંગળીઓને અડધો કલાક પાણીમાં ડુબાડી રાખ્યા પછી ઊઠાવવાની હતી.

સ્વયંસેવકોએ પોતાની આંગળીઓ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી આસાનીથી વસ્તુઓ પકડી શક્યા જ્યારે કોરા હાથે નહિ. સ્ટડીના કો ઓથર અને બાયોલોજિસ્ટ ટોમ સ્મલ્ડરે સ્ટડી પછી કહ્યું કે અમારા પૂર્વજોને પણ આ પ્રકારની આંગળીઓ પર ભીનાશ અને ભેજને કારણે કરચલીઓ પડતી હતી જેનાથી તેઓને વસ્તુઓ ઊઠાવવા માટે મદદ મળતી હતી.

અભ્યાસ પ્રમાણે આંગળીઓની આ કરચલીઓ કોઈ વસ્તુ પકડવાની ક્ષમતા વધારે છે જેમ કે ભીની જગ્યાઓ પર ટાયરની ગ્રિપ મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.