Abtak Media Google News

સુરેશના દાદી મંજુબેનને વિધવા સહાય તથા અન્નપૂર્ણા રાશન કાર્ડની સુવિધાથી પરિવારને આવક અને ભોજનની ચિંતામાંથી મુકિત મળી:વાઉ બસ એમના માટે રાહબર બની

મકાનની દિવાલો પરિવારના સભ્યો વગર કોરીધાકડ લાગવા માંડે છે. સભ્યો વગરનું રહેઠાણ રાત પડયે ખાવા દોડે છે ! પ્રેમ અને લાગણી ધરાવતાં પરિવારજનોની ગેરહાજરીમાં મકાન કયારેય ઘર નથી બની શકતું. રૂખડિયાપરામાં રહેતા  સુરેશની સ્થિતિ કેળના વૃક્ષ જેવી હતી. જરા અમથું તોફાન આવ્યું અને એના સમગ્ર અસ્તિત્વ ઉપર પ્રશ્ર્નાર્થચિહ્ય મૂકાઇ ગયું. તેના તમામ સપના, આશા અને આકાંક્ષાઓ ધરાશાયી થઇ ગઇ, તેની માતાને સોર્યાસિસની બીમારી હતી. જેના લીધે ગયા વષે તેમનું નિધન થઇ ચૂકયું છે. સુરેશના પિતા હરેશભાઇ હરણિયા પોતાની પત્નીના મૃત્યુનો આઘાત સહન ન કરી શકયા અને તાજેતરમાં માનસીક રીતે અસંતુલિત અવસ્થામાં માથા ઉપર કેરોસીન છાંટીને તેમણે આત્મહત્યા કરી લીધી.

એમના બાળકો માટે તો ઉપર નહીં આભ ને નીચે ધરતી, જેવી સ્થિતિ આવી પડી. ૧ર વર્ષના સુરેશને ધોરણ ૬ બાદ અભ્યાસને તિલાંજલી આપી દેવી પડી. હરેશભાઇના ચાર સંતાનોની કાળજી લેવા માટે એમના દાદી મંજુબેન ઘેર રહેવા માટે આવી ગયા. વાઉ પ્રોજેકટના સ્વયંસેવકોએ એમના ઘરની સ્થિતિનો તાગ મેળવીને વિવિધ સરકારી યોજના વિશે માહીતી આપી. સુરેશને ફરી શાળામાં દાખલ કરવામાં આવ્યો અને સાતમા ધોરણથી એનો અભ્યાસ પુન: શરુ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.