Abtak Media Google News

ભણતર પરત્વેની અરુચિમાંથી જન્મ સુધીની સફર ખેડવામાં અજય માટે વાઉ પ્રોજેકટ વરદાનરૂપ સાબિત થયો

સુદ્રઢ અને સુશીલ સમાજના નિર્માણ માટે જરુરી છે. સશકત અને સાક્ષર યુવાવર્ગો પરંતુ એ દિશામાં આગળ ધપવા માટે ફકત વ્યકિતગત પ્રત્યનો જ નહીં. સામુહિક પ્રયાસ પણ એટલા જ અગત્યનાં છે. વાઉ પ્રોજેકટ બાદ પુષ્કળ બાળકોએ શિક્ષણનો સુરજ જોયો છે.વ્યસન તેમજ અનેક પ્રકારના દુષણોમાં સપડાયેલા 11 વર્ષીય અજયે સતત બે મહિના સુધી વાઉ પ્રોજેકટમાં ભાગ લીધો હતો. શરુઆતમાં સાવ શાંત અને ચૂપ બેસી રહેતો અજય એક ખુણામાં પોતાનું કામ કર્યે રાખતો હતો,. કોઇ સાથે હળવા-મળવાની કે વાતો કરવાની એને કોઇ તાલાવેલી જ નહીં! બાળકના સ્વભાવવશ જે જિજ્ઞાસા એનામાં હોવી જોઇએ એ નહોતી. જેની પાછળનું જવાબદાર કારણ હતું. ગરીબી અને સમાજ તરફથી મળેલો ધૃત્કાર !

સમય વીત્યો એમ એનામાં ભણતર પ્રત્યે પેદા થયો. ઉમરમાં બીજા બાળકોની સરખામણીએ મોટો હોવાને લીધે શરુઆતમાં તેને વર્ગમાં બેસવા માટેની મંજુરી નહોતી.

પરંતુ બાદમાં એની તપ્તરતા અને ધગશ જોઇને આજે રૈયાધાર સ્લમ કવાર્ટર નજીક આવેલી રાજકોટ મહાનગરપાલિકાની શાળા નંબર 91માં તેને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે તે સતત પ્રોત્સાહીત થતો રહે તેમજ શિસ્ત, અનુશાસન અને સ્વચ્છતાનું પાલન કરે એ માટે તેને સમયાંતરે ભેટ સોગાવો પણ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.