Abtak Media Google News

વ્યસનો અને દુષણોથી ધેરાયેલા

બાળક જયારે માનસિક રીતે અશકત હોય ત્યારે તેના પિતા માટે દુ:ખ ઝીરવી શકવું મુશ્કેલ બની જાય છે. આવી જ એક ધટના બની ૬૫ વર્ષના પ્રેમજીભાઇ પરમાર સંગો એમના સૌથી મોટા પુત્ર ૩૬ વર્ષીય કિશન સાથે એક ગંભીર અકસ્માત થયો, જેમાં તેનું મગજ કામ કરતું અટકી ગયું. બાપ બિચારો ગરીબ એટલે એની સારવાર માટે પણ ખાસ કશું નકકર ન થઇ શકયું. પરંતુ પેલું કહે છે ને કે, ધ શો મસ્ટ ગૌ એન પેટને ખાવાનું જોઇએ. કિશનને સંતાનમાં ચાર બાળકો બધાની ઉંમર ૧૦ વર્ષની નાની એમના નસીબમાં તો જાણે મજૂરી કામ જ લખાયેલું હતું. દરરોજ સવારે દાદા પ્રેમજીભાઇની સો ચારેય બાળકો ભંગારની ફેરી લઇને નીકળી પડતા! દિવસભર કચરો વીણવાનું કામ કરી એને ભંગારમાં વેચીને મળતી રકમમાંથી તેઓ ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાપ વગરનું બાળક, એટલે સાચો અને સારો રસ્તો પસંદ ન કરે એ બાબત પણ સ્વાભાવિક છે. ચારેય બાળકો લીલા, કાલિયા, ભાગો અને ગીતા ને વ્યસનની લત લાગી ગઇ હતી. પરંતુ વાઉ બસ પ્રોજેકટના સંપર્કમાં આવ્યા બાદ તેઓમાં એક અનોખો બદલાવ અને અભિગમ જોવા મળ્યો

સ્વચ્છતા સુરક્ષા, સક્ષમતા અને સાક્ષરતાના ચાર પાયા ઉપર ઉભી રહેલી વાઉ બસને કારણે આ બાળકો ધીમે ધીમે શિક્ષણની મુખ્યધારામાં જોડાવા ઉત્સુક બન્યા. સ્કુલનો સમય ૧ર વાગ્યાનો હોવા છતાં સવારે ૧૦ વાગ્યામાં શાળાએ આવીને તેઓ વધારાનું વાંચન અને અભ્યાસની પ્રવૃત્ઓિ ઓતપ્રોત થવા લાગ્યા. વાઉના સ્વયંસેવકોની મદદથી બાળકોના દાદા પ્રેમજીભાઇ પરમારને સીનીયર સીટીઝન કાર્ડ ઉપરાંત ફુડ સિકયોરીટી સ્કિમ, વયવંદના યોજના રાશન કાર્ડની સુવિધા તેમ જ બધા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો.બાળકોનાં જીવનમાં વાઉ પ્રોજેકટ થકી બદીઓ દૂર થઇ અને જીવનધોરણમાં સુધારો આવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.