Abtak Media Google News

વાઉ પ્રોજેકટને કારણે કોમલના જીવનમાં પ્રગટેલા શિક્ષણદીપને તે આગામી ભવિષ્યમાં ભણી-ગણીને પોતાની જેમ અભ્યાસથી વંચિત રહેલા બાળકો સુધી પહોચાડવામાં માંગે છે

સાવ નાની ઉંમરે સંઘર્ષ વેઠી ચૂકેલા બાળકો અન્યોની સરખામણીમાં સમય પહેલાં જ વધુ સમજદાર થઇ જાય છે. જીવન જીવવાનો અભિગમ  અને એમાં રહેલી કરુણતા એમને સંભવત: પોતાના જેવા બાળકોનું જીવન સુધારવા માટેની પ્રેરણા આપે છે. રસ્તા પર રેંકડી કાઢીને શાકભાજી વેચતા દિવ્યાંગ અનિલભાઇ મકવાણાની ૧૦ વર્ષીય પુત્રી કોમલ મકવાણા પણ શારીરિક વિકલાંગતાનો શિકાર બની, પરંતુ એણે પોતાના સપનાઓની ઉડાન પર કયારેય કાટ ન ચડવા દીધો.

પૈસાની તંગીને લીધે કોમલે ત્રીજા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો તેને કલ્પના પણ નહોતી કે પોતે હવે ભવિષ્યમાં કયારેય સ્કુલના પગથિયા પણ ચઢી શકશે ! આમ છતાં સમાજ માટે કશુંક કરી છુટવાના મકકમ મનોબળ સાથે તે પોતાની જિંદગી જીવી રહી હતી. તેને જયારે વાઉ પ્રોજેકટ સાથે જોડવામાં આવી ત્યારે અનય વિઘાર્થીઓ સાથે તાલમેલ સાધવામાં ખુબ મુશ્કેલીઓ નહીં છતાં રીતસરનું માન ઉપજે  એટલી મકકમતા સાથે આ બાળકીએ પોતાનો હોંસલો ટકાવી રાખ્યો. ધીરેધીરે પોતાની શૈક્ષણિક પ્રવૃતિઓમાં અવ્વલ આવવા લાગી. ઘરથી શાળા સુધીના આવન-જાવનની સમસ્યાના નિવારણરુપે તેને બસ પાસની વ્યવસ્થા, માઁ અમૃતમ કાર્ડ તેમ જ નેશનલ ફુડ સિકયોરીટી અંતર્ગત રાશન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.