Abtak Media Google News

છેલ્લા ૨૦ વર્ષથી અવકાશમાં સંશોધન કરતા નાસાના કાસીની સ્પેશક્રાફટે શનિ ગ્રહની આકર્ષક ‘ફેરવેલ ઈમેજ’ કેદ કરી

વાહ…‘શનિ’ની ફેરવેલ ઈમેજ કેદ થઈ ?, જી, હા શનિ ગ્રહની આકર્ષક ફેરવેલ ઈમેજ નાસાએ કેદ કરી છે. જેમ રાત્રીના સમયે ચંદ્રની કિનારી દેખાય છે અને સુર્યાસ્ત વખતે જેમ સુર્ય દેખાય છે તેવી રીતે નાસાના કાસીની સ્પેશક્રાફટે ડુબતા શનિની તસવીર કેમેરામાં કેદ કરી છે. જણાવી દઈએ કે, આ કાસીની સ્પેશક્રાફટ ૨૦ વર્ષથી અવકાશમાં પ્રવાસ પર છે અને સંશોધન કરી રહ્યું છે. નાસાએ આ પ્રકાર બ્રહ્માંડમાં કેટલાક ગ્રહોની આકર્ષક તસવીરો કેદ કરી છે. કાસીનીના ૪૨ વાઈડ-એંગલ કેમેરાથી લાલ, લીલા અને બ્લુ કલરની આ તસવીરો પાડી છે. શનિ ગ્રહની આ આકર્ષક તસવીરમાં તેનો નેચરલ કલર દેખાય છે. આ સાથે આ દ્રશ્યમાં મુન પ્રોમેથીયસ, પાંન્દોરા, જેનસ, એપીમેથયસ, મીમાસ અને એન્કેલેડસનો પણ સમાવેશ છે. નાસાએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું. ૧૩ વર્ષ કરતા વધુ સમય બાદ શનિ ગ્રહની આ પ્રકારની ઝલક જોવા મળી છે.

બ્રહ્માંડમાં ગ્રહોની કક્ષા, ઈમેજીસમાં નવા ફેરફાર વગેરે માટે નાસાની કાસીની ઈમેજીંગ ટીમ કાર્યરત છે. કાસીની સ્પેશ ક્રાફટ છેલ્લા વીસ વર્ષથી અવકાશમાં સંશોધન કરી રહ્યું છે. આ સ્પેશક્રાફટને વર્ષ ૧૯૯૭માં લોન્ચ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.