Abtak Media Google News

તમામ રાજકીય પાર્ટીઓને મળેલા ડોનેશનમાંથી ૯૦ ટકા એટલે કે રૂ ૪૨૨.૦૪ કરોડની રકમ કોર્પોરેટ કંપનીઓએ આપ્યું છે જયારે વ્યકિતગત  દાતાઓએ માત્ર રૂ ૪૭.૧૨ કરોડની રકમ ડોનેશનમાં આપ્યાનો ચૂંટણી પંચના ઓડીટ રિપોર્ટમાં ખુલાશો

કોર્પોરેટ કંપનીઓ પોતાના લાભ માટે તમામ રાજકીય પક્ષોને પાર્ટી ફંડ આપતી હોય છે. સત્તાધારી પાર્ટીને વધારે ફંડ જયારે વિપક્ષી પાર્ટીને ઓછું ફંડ આપવાની સામાન્ય પહોચ હોય દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ તળીયા ઝાટક થઇ ગઇ છે. કોંગ્રેસ વિપક્ષમાં હોય તેને મળતા પાર્ટી ફંડમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. જયારે ભાજપ સત્તામાં હોય તેને મળતા પાર્ટી ફંડમાં ભારે વધારો થવા પામ્યો છે. ભાજપને મળેલું પાર્ટીફંડ કોંગ્રેસ કરતા ૧૭ ગણુ વધારે નોંધાયું છે. ચુંટણીપંચને વિવિધ રાજકીય પાર્ટીઓએ રજુ કરેલા તેના પાર્ટી ફંડની આવકના આંડકાને ઘ્યાને લઇતો વર્ષ ૨૦૧૬-૧૭ માં કોંગ્રેસને રરપ કરોડ રૂપિયા નું પાર્ટી ફંડ મળ્યુ: હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮  માં ઘટીને ૧૯૯ કરોડ રૂપિયા થઇ જવા પામ્યું છે.

આ ૧૯૯ કરોડ રૂપિયા માંથી પાર્ટીએ ચુંટણી બોન્ડના રુપે માત્ર પ કરોડ રૂપિયા આવ્યાનું દર્શાવ્યું હતું. જયારે ભાજપે તેની પાર્ટીફંડની આવક ૧,૦૨૭ કરોડ રૂપિયા ગણાવી હતી. ભાજપે ચુંટણી બોન્ડ પાઇના ૯૫ ટકા હિસ્સો ગણાવ્યો હતો. ભાજપ દ્વારા ૨૦૧૭-૧૮ માં વિવિધ બેન્કોમાં રરર કરોડ રૂપિયા ના બોન્ડ હતા. જેમાંથી ર૧૦ કરોડ રૂપિયા ના બોન્ડને તોડીને રોકડ કરી લેવામાં આવ્યા હતા.

અન્ય પાંચ રાજકીય પક્ષોએ વર્ષ ૨૦૧૭-૧૮ માટેના વાર્ષિક ઓડીટ અહેવાલોમાં ચુંટણી બોન્ડમાંથી કોઇ આવક જાહેર કરી નથી. જેમાં સીપીએમએ તેને પાર્ટીફંડ ૧૦૪.૮ કરોડ રૂપિયા નું,  બીએસપીએ તેનું પાર્ટીફંડ ૫૧.૭ કરોડ રૂપિયા નું, એનસીપીએ ૮.૧ કરોડ રૂપિયા ને પાર્ટી ફંડ, તૃણુમુલ કોંગ્રેસે રૂપિયા ૫.૧૭ કરોડનું જયારે સીપીએમએ રૂપિયા ૧.૫૫ કરોડ નું પાર્ટી ફંડ મળ્યાનું જાહેર કર્યુ છે.

ચુંટણી પંચમાં ઓડીટ રિપોર્ટ રજુ કોંગ્રેસ છેલ્લી રાષ્ટ્રીય પાર્ટી હતી. જે બાદ ચુંટણી પંચે આ  સાતેય રાષ્ટ્રીય પક્ષોનું પાર્ટી ફંડની વિગતો જાહેર કરી હતી. પૂર્વ મુખ્ય ચુંટણી કમિશ્નર ઓ.પી. રાવતે જણાવ્યું હતું કે મતદાન નીરીક્ષકો મતદાન બોન્ડ યોજનાની અસરનું મુલ્યાંકન કરશે અને તે ચુંટણી પંચે દ્વારા ઉભી કરવામાં આવેલી આરદર્શિતાની ચિંતાઓનું નિરાકરણ લાવશે.

કોંગ્રેસના વાર્ષિક ઓડીટ અહેવાલમાં છેલ્લા નાણાંકીય વર્ષ દરમ્યાન રૂપિયા ૧૯૭ કરોડ નો ખર્ચ જાહેર કર્યો હતો. પાર્ટીએ વર્ષ ૨૦૧૭-૧૮ માં મતદારોને કુપન વેંચીને ૧૧૦ કરોડ રૂપિયાની આવક મેળવી છે જે તેની આવકનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. જયારે આવકના અન્ય સ્ત્રોને ડોનેશન અને યોગદાન છે.

જે દ્વારા પાર્ટીએ ૩૨.૪ કરોડ રૂપિયા મેળવ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં પાર્ટીને ડોનેશન અને યોગદાન દ્વારા ૫૦.૬ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જેથી ગત વર્ષે પાર્ટીને મળેલા ડોનેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જયારે ફી અને સબ-રજીસ્ટ્રશન દ્વારા પાર્ટીએ ૨૫.૩૬ કરોડ હતી. આવક મેળવી હતી. જે વર્ષ ૨૦૧૬-૧૭૧ ૩.૪ કરોડ રૂપિયા હતી. કોંગ્રેસે તેની અન્ય આવક હવે રૂપિયા ૩૦.૯ કરોડની રકમ દર્શાવી છે.

કોગ્રેસ વર્ષ ૨૦૧૭-૧૮ માં ચુંટણી દરમ્યાન પાર્ટીએ ૨૯.૨ કરોડ રૂપિયા ખર્ચયાનું રિપોર્ટમાં દર્શાવ્યું છે. જયારે ગત વર્ષે પાર્ટીએ લોકોને સભ્ય બનાવીને સદસ્યતા ફ્રીમાંથી ૧૯ કરોડ ‚ની આવક મેળવી હતી. કોંગ્રેસને ૭૭૭ દાતાઓ પાસેથી ૨૬.૬૮ કરોડ રૂપિયા પાર્ટીફંડ મળ્યું હતું.

જયારે ભાજપને ૨,૯૭૭ દાતાઓએ ૪૩૭.૦૪ કરોડ રૂપિયાનું ડોનેશન પાર્ટી ફંડ તરીકે મળ્યું હતું. ચુંટણી પંચના આંકડાઓ મુજબ તમામ રાજકીય પક્ષોનો મળેલા ડોનેશનમાંથી ૯૦ ટકા રકમ એટલે કે ૪૨૨.૦૪ કરોડ રૂપિયા ની રકમ કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી જયારે વ્યકિગત દાતાઓ પાસેથી ૧૦ ટકા રકમ એટલે કે ૪૭.૧૨ કરોડ રૂપિયાની રકમની આવક પાર્ટીઓને થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.