Abtak Media Google News

બોમ્બે હાઇકોર્ટ એન.આર.આઇ. મહિલાના કિસ્સામાં મહત્વનો ચુકાદો આપ્યો

આજે સોશ્યલ મિડીયા અને ડીજીટલ યુગમાં અદાલતો એ પણ ટેકનોલોજીનાં ઉપયોગને સ્વીકારી છે. બોમ્બે હાઇકોર્ટ એક એન.આર.આઇ.ના કિસ્સામાં વિડીયો કોલીંગ એપ સ્કાઇવ મારફતે એન.આર.આઇ. મહીલાને વિડીયો કોન્ફરન્સ થકી ઇ-છુટાછેડા મંજુરી આપી છે.

ટેેકનોલોજીએ હરણ ફાળ ભરી છે ત્યારે અદાલતમાં પ્રત્યક્ષ હાજર રહેવામાં મુશ્કેલીને કારણે એક એન.આર.આઇ. મહીલાના કિસ્સામાં બોમ્બે હાઇકોર્ટે છુટાછેડાના કિસ્સામાં બે મહત્વ પૂર્ણ મુદાઓને લક્ષ્યમાં લઇ મહિલાના પિતાને પાવર  ઓફ એટર્ની તરીકે પક્ષકાર તરીકે હાજર રહી શકવાની મંજુરી આપવાની સાથે સાથે સ્કાઇવ કે અન્ય કોઇ વિડીયો કોલીંગ એપ મારફતે કેસની સુનાવણીમાં લેપટોપ કે ટીવી વડે જુબાની લઇ છુટાછેડા મંજુર રાખવા સહમતિ આપતો મહત્વપૂણ ચૂકાદો આપ્યો હતો.

પરસ્પર સંમતિથી છુટાછેડાનાં ઘણા કેસોમાં પક્ષકારની ગેરહાજરીને કારણે આવી અરજીઓ ફગાવવામાં આવતી હોય છે પરંતુ હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩-બી હેઠળ જો પતિ-પત્નિ એક વર્ષથી અલગ રહેલા હોય તો અદાલત આવા કિસ્સામાં બન્ને પાત્રોની જુબાની બાદ છુટાછેડા કેસનો ચૂકાદો આપતી હોય છે પરંતુ જલગાંવમાં ૨૦૦૨માં લગ્ન  કરનાર દંપતિ ૨૦૧૬ થી અલગ રહેવા લાગવાની સાથે મહીલાએ અમેરીકામાં જોબ મળી હતી બાદમાં છુટાછેડાની નોબત આપતા અદાલતમાં  હાજર રહી શકે તેમ ન હોય પિતાને પાવર ઓફ એટર્ની તરીકે હાજર રહેવા તેમજ વિડીયો કોલીંગ કોન્ફરન્સ મારફતે છુટાછેડા માંગ્યા હતા. આ કેસમાં ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે ઓનલાઇન લગ્નના હાઇકોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરી વેલકેમ મારફતે છુટાછેડા આપવાની માંગણી ગ્રાહય રાખી હતી.

મહીલાના વકી સમીર વૈદ્યએ આ કેસમાં અદાલત સમક્ષ પોતાનાં મહિલા અસીલની મુશ્કેલીઓ રજુ કરતા અદાલતે વૈશ્ર્વિકરણનો આજના જમાનામાં ઇ-કાઉન્સીલ વિડીયો કોન્ફરન્સ ટેકનોલોજીને સ્વકારી મહત્વનો ચુકાદો આપ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.