Abtak Media Google News

સેટેલાઈટ મારફત કરાયેલા સર્વેક્ષણમાં ધ્રાંગધ્રા ખાતે કાળિયારની વસ્તી હોવાનું સામે આવ્યું

દેશભરમાં લુપ્તિ થતી પ્રજાતિઓને બચાવવા હેતુસર અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે તેવા સંજોગોમાં એક સારા સમાચાર ધ્રાંગધ્રા ખાતેથી પ્રાપ્ત થયા છે. ધ્રાંગધ્રા ખાતે કાળિયાર(જંગલી ગધેડાં)ની વસ્તી હોવાનું સતાવાર રીતે જાણવા મળી રહ્યું છે. આશરે ૫૦ જેટલા કાળિયાર ધ્રાંગધ્રા તાલુકા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વેળાવદરને  કાળિયાર અભ્યારણ તરીકે વિકસિત કર્યા બાદ હવે ધ્રાંગધ્રા ખાતે પણ કાળિયારની વસ્તી સામે આવી છે.

તાજેતરમાં પહેલીવાર કાળિયાર(જંગલી ગધેડા)ની વસ્તી ગણતરીમાં ધ્રાંગધ્રા તાલુકાના રણમાં સત્તાવાર રીતે કાળિયારની વસ્તી સેટેલાઇટના માધ્યમથી કરાયેલી ગણતરીમાં નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વાર વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં કાળિયારની વસ્તી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ વર્ષે જંગલી ગધેડાની વસ્તી ગણતરી દરમિયાન અમે ધ્રાંગધ્રા તાલુકાના કેટલાક વિસ્તારોમાં લગભગ ૫૦ જેટલા કાળિયાર નોંધાયા છે જેના પરિણામે વસ્તી ગણતરી કરનારા કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાયાં હતા. આ અંગે વધુ પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી કાળિયારની વસ્તી અસ્તિત્વમાં છે અને આ વસ્તી સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ વિસ્તારના અધિકારીઓએ મામલામાં જણાવ્યું હતું કે તેમણે અગાઉ પણ કાળિયારની ધ્રાંગધ્રા ખાતે વસ્તી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ તે સમયગાળા દરમિયાન  પ્રાણીઓ છૂટાછવાયા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાળિયારની આ વસ્તી વેળાવદર કાળિયાર અભયારણ્ય સાથે જોડાયેલી નથી. પરંતુ હવે ધ્રાંગધ્રા વિસ્તારને પણ હવે કાલિયારના નિવાસસ્થાન તરીકે સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રોગનો પ્રકોપ થાય તો સેટેલાઇટની વસ્તી જાતિઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.  તેઓએ ઉમેર્યું હતું કે કાળિયારની વસ્તી ગણતરી ૨૦૧૬ માં કરવામાં આવી હતી અને તેમાં ૬ હજારથી વધુ પ્રાણીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી વસ્તી ગણતરી આવતા વર્ષે થવાની છે.

વર્ષ ૨૦૧૬ માં ગુજરાત ખાતે કાળિયારની વસ્તીમાં ૨૫%  ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) એ કાળિયારની પ્રજાતિઓને લગભગ જોખમી કેટેગરીમાં મૂકવા માટે ભલામણ કરી હતી. ૧૯૯૦ ના દાયકાના અંત ભાગમાં રાજ્યમાં કાળિયારને સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. રાજ્યના વન વિભાગના જણાવ્યા મુજબ વેળાવદર નેશનલ પાર્કમાં દેશમાં કાળિયારની વસ્તી પૈકી સૌથી વધુ છે.  ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં કાળિયાર જોવા મળે છે.   આઈયુસીએને તેના અહેવાલમાં જણાવ્યું છે કે કાલિયારના નિવાસસ્થાનો કૃષિ વપરાશમાં રૂપાંતરને કારણે નાશ પામી રહ્યા છે જેના પરિણામે દેશના ઘણા ભાગોમાંથી ગાયબ થઈ રહ્યા છે. તેમ છતાં ઘણા સંરક્ષિત વિસ્તારોમાં કાળિયારની  સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે.

વન વિભાગના  મુખ્ય સંરક્ષક ડી.ટી.વાસવડાએ કહ્યું હતું કે, ધ્રાંગધ્રામાં કાળિયારની વસ્તી હોવાનું સેટેલાઇટના માધ્યમથી જાણવા મળ્યું છે. તે ઉપરાંત કુતિયાણા, પાંડેસરી અને મહેસાણામાં પણ કાળિયારની વસ્તી હોવાનો અહેવાલો અમને મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.