Abtak Media Google News

મેસેજિંગ એપ વોટ્સએપ ખૂબ ઝડપથી લોકપ્રિયતા પામી રહેલી એપ્સમાની એક છે. ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ વધતા સોશ્યલ મીડિયાનો ઉપયોગ બહોળી માત્રામાં વધ્યો છે. હાલના સમયમાં વોટ્સએપનો ઉપયોગ દિનપ્રતિદિન ખૂબ વધતો જઈ રહ્યો છે. યુઝર્સ રાત-દિવસ વોટ્સએપ પર ઓનલાઇન રહેતા હોય છે પરંતુ આમાં એક સમસ્યાએ થાય છે કે મોડી રાત સુધી ઓનલાઇન બતાવે તે યુઝર્સને પરવડતું નથી. જોકે, એક્ટિવિટી હાઇડનો ઓપ્શન હોય જ છે પરંતુ ઓનલાઇન તો બતાવે જ છે પરંતુ જો તમે પણ ઓનલાઈન દેખાયા વગર વોટ્સએપમાં એક્ટિવ રહેવા માંગો છો તો બબલ ફોર ચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

વ્હોટ્સએપમાં ઓનલાઇન દેખાયા વગર ચેટીંગ કરવા ઇચ્છતાં હોય તો વ્હોટ્સએપમાં કોઈ એવી ટ્રિક નથી પરંતુ ગુગલ પ્લેસ્ટોર પર ડબ્લ્યુએ બબલ ફોર ચેટ (WA bubble for chet) નામની એપ છે કે જેના દ્વારા ઓનલાઇન દેખાય વગર આપણે ચેટીંગ કરી શકીયે છીએ.આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સને ફોલો કરો.

  • સૌપ્રથમ ગુગલપ્લેસ્ટોર પર ડબ્લ્યુએ બબલ ફોર ચેટ નામની એપ ડાઉનલોડ કરો.
  • પછી એપ ઉપલ્બધતા માટે પરવાનગી માંગશે તેમાં પરવાનગી આપવી.
  • હવે તમારા વ્હોટ્સએપના બધા જ મેસેજ બબલ્સમાં આવશે.
  • બબલ્સમાં ચેટીંગ કરવાથી ઓનલાઇન દેખાશો નહિ અને આરામથી ચેટીંગ કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.