Abtak Media Google News

કેદીઓને કોરોના ચેપ ન લાગે તે માટે રોઝુ છોડાવવા સામાજીક સંસ્થાને મનાઈ: સોશિયલ ડિસ્ટન્સ જાળવી નમાઝ અદા કરાય છે

હિન્દુ અને મુસ્લિમ બિરાદરોને રોઝા રાખવા માટે ખાસ બેરેકની વ્યવસ્થા

વિશ્વભરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ઈસ્માઈલ ધર્મનાં પવિત્ર માસ ગણાતા રમઝાન માસની પણ ઉજવણી ચાલી રહી છે. સૌરાષ્ટ્રભરમાં કોમી ભાઈચારાની મીસાલ તરીકે હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો રોઝા રાખી ખુદાની બંદગી કરે છે ત્યારે શહેરનાં મધ્યસ્થ જેલમાં પણ ૧૯૦ ભાઈ-બહેન કેદીઓ દ્વારા રોઝા રાખી રમઝાન માસની ઉજવણી કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. જેની વ્યવસ્થાનાં ભાગરૂપે જેલમાં ૮ અલાયદી બેરેકને અલગ ફાળવી તેને ‘રોઝા બેરેક’ તરીકે નામ અપાયું છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે કોઈ કેદીઓમાં ચેપ ન ફેલાય તે માટે ખાસ તકેદારીરૂપે હર વર્ષે આવતી જુદી-જુદી સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એક દિવસનાં અંતે રોઝા છોડી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને નમાઝ અદા કરાય છે.

રમઝાન માસની ઉજવણી નિમિતે ઠેર-ઠેર હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે મળીને રોઝા રાખી ખુદાની બંદગી કરે છે જે કોમી ભાઈચારાનું એક ઉતમ ઉદાહરણ પુરુ પાડે છે. માત્ર સોસાયટીઓમાં જ નહીં પરંતુ શહેરની મધ્યસ્થ જેલમાં પણ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો સાથે મળી રમઝાન માસની ઉજવણી કરે છે. રમઝાન માસનાં ૨૪માં રોઝાનાં દિવસે પણ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોની એકતા મધ્યસ્થ જેલમાં પણ જોવા મળી રહે છે. જેલનાં તંત્ર દ્વારા રોઝા રહેતા તમામ મહિલા અને પુરુષો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમાં ૮ અલાયદી બેરેક અલગ ફાળવી જેને રોઝા બેરેક નામ આપવામાં આવ્યું છે. આ બેરેકમાં સવારે ૪ વાગ્યે રોઝા રહેતા બંદગીકારો માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા જેલતંત્ર દ્વારા જ કરવામાં આવે છે ત્યારબાદ જયારે દિવસનાં અંતે રોઝા છોડયા બાદ ફળફળાદી, સુકો મેવો, ખજુર બિસ્કીટ વેફર સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામનાં મહિલા અને પુરુષ ૧૯૦ કેદીઓ સાથે ૨૦ જેટલા હિન્દુ ભાઈ-બહેન કેદીઓ એક સંપ થઈ રમઝાન માસની ઉજવણી રોઝા રાખીને કરી રહ્યા છે જેમાં ૧૬૬ પુરુષો અને ૨૪ મહિલાઓ રોઝા રાખી ખુદાની બંદગી કરે છે. જેલતંત્ર દ્વારા આ તમામ બંદગીકારો માટે સામાન્ય ભોજન તથા અનિવાર્યરૂપે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવી બંદગીકારોને જમાડવામાં આવે છે.

કોરોના વાયરસનાં ફેલાવાને ધ્યાનમાં રાખી આ વર્ષે મધ્યસ્થ જેલમાં રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા ભોજન અને અન્ય વ્યવસ્થાઓ જેલમાં રોઝા રહેતા કેદીઓ માટે કરવામાં આવે છે પરંતુ આ વર્ષે લોકડાઉન હોય તેથી બહારથી આવતી સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે માત્ર ગુલઝારે મદીના નામની સંસ્થા જેલમાં રોઝા રહેતા ભાઈ-બહેન કેદીઓ માટે માત્ર ફળફળાદીની વ્યવસ્થા કરી આપે છે. સંસ્થામાંથી આવતા ફળ જેલનાં સભ્ય દ્વારા સાફ-સફાઈ કર્યા બાદ જ રોઝા રહેતા કેદીઓને આપવામાં આવે છે.

Img 20200518 Wa0006

મધ્યસ્થ જેલમાં રોઝા રહેતા બંદગીકારો માટે રોઝા બેરેકની ખાસ સુવિધા ગોઠવવામાં આવી છે જેમાં વહેલી સવારે જમવાનું અને નાસ્તો અને સાંજે રોઝા છોડયા બાદ જમવાનું પણ આપવામાં આવે છે. સાથે રોઝા છોડયા બાદ બંદગીકારો નમાઝ અદા કરતા હોય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેની પણ પુરતી જગ્યા ફાળવવામાં આવે છે.

હરણી રોઝાનાં દિવસે મધ્યસ્થ જેલમાં ખાસ વ્યવસ્થા

પવિત્ર રમઝાન માસનાં ૨૭માં દિવસે બંદીગારો હરણી રોઝુ રાખી ખાસ ઉજવણી કરે છે. ઈસ્માઈલ ધર્મમાં ૨૭મું રોઝુ એટલે કે હરણી રોઝાનું ખાસ મહત્વ રહેલું છે જેના ભાગરૂપે સમગ્ર વિશ્ર્વમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો સાથે મળી રોઝા રાખી ખુદાની બંદગી કરે છે એજ રીતે શહેરની મધ્યસ્થ જેલમાં પણ મુસ્લિમ ભાઈ-બહેનો તો રોઝા રાખે જ છે પરંતુ રમઝાન માસમાં મહત્વનાં દિવસ હરણી રોઝા ઉપર હિન્દુ ભાઈ-બહેનો પણ રોઝુ રહી ખુદાની બંદગીમાં સાથ આપે છે. હરણી રોઝા પર મધ્યસ્થ જેલમાં બંદગીકારો માટે ખાસ જમવાની અને નમાઝ અદા કરવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.