Abtak Media Google News

21 જુન વિશ્વ યોગ દિનએ યોગમાં ભાગ લેનારને મહાપાલિકા તરફથી સર્ટીફીકેટસ એનાયત કરવામાં આવશે: મેયર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આગામી 21 જુન 2019ના રોજ વિશ્વ યોગા દિનની ઉજવણીના ભાગરૂપે આજે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, નંદાણી, ગણાત્રા, આસી.કમિશનર હર્ષદભાઈ પટેલ, કગથરા, વાસંતીબેન પ્રજાપતિ, સબીર ધડુક, જસ્મીન રાઠોડ, રવિ ચુડાસમા, ડો. રાઠોડ, ચુનારા, વિસાણી, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, પ્રજેશ સોલંકી, તુવર, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, વિપુલ ઘોણીયા, બી.બી. જાડેજા, નીરજ વ્યાસ, ઉનાવા, તેમજ  આર્ટ ઓફ લીવીંગ તુષારભાઈ વાકાણી, એક્વા યોગા અને રામકૃષ્ણ આશ્રમથી અલ્પા શેઠ, પતંજલિમાંથી નટુભાઈ ચૌહાણ, પદમાબેન રાચ્છ, નીતિન કેસરિયા, તેમજ અન્ય સંસ્થામાંથી કિશોરભાઈ પઢીયાર, નિશાબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરેલ જુદા જુદા ગ્રાઉન્ડઓમાં યોજાનાર યોગ તેમજ જુદા જુદા સ્વીમિંગ પુલો પર એક્વા યોગમાં ભાગ લેનારની સંખ્યા, આનુસાંગિક સ્ટેજ સાઉન્ડ, તાલીમાર્થી શિક્ષકોની વ્યવસ્થા વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ. આ ઉપરાંત પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં સફાઈ કામદારો, ટેક્સી/રીક્ષા એસોસિએશના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે.

યોગની ઉજવણીમાં દીવ્યાંગો, થેલેસેમિયા, અને ડાયાબીટીસ ધરાવતા લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ યોગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ, સિવિક સેન્ટરએથી રજીસ્ટ્રેશન માટેના ફોર્મ મળશે, જે ફોર્મ 19 જુન સુધીમાં પરત કરવાના રહેશે. રજીસ્ટ્રેશન થયેલ ફોર્મના તમામ લાભાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સર્ટીફીકેટ આપવામાં આવશે. યોગમાં જોડાનારએ ચટ્ટાઈ સાથે લાવાની રહેશે. એક્વા યોગમાં ભાગ લેનાર બહેનોને મહાપાલિકા વતી સ્વીમિંગ કોસ્ચુયુમ આપવામાં આવશે. મેયર બિનાબેન આચાર્યએ વિશેષમાં જણાવેલ કે, યોગથી આરોગ્ય તંદુરસ્ત રહે છે અને શરીરમાં નવો સંચાર ઉત્પન થાય છે. આજના દોડધામના સમયમાં યોગથી તન,મનને શાંતિ મળે છે. જેથી 21 જુન 2019ના રોજ રાજકોટ શહેરના તમામ શહેરીજનોને ભાગ લેવા અપિલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.