Abtak Media Google News

વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાયું

ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જુદા-જુદા ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી. જેમાં વિશિષ્ટ પ્રતિભા નારી રત્નો જેવા કે એથ્લેટિકસ, મિસીસ ઈન્ડિયા અર્થે-૨૦૧૮ના પ્રતિયોગી અને બેસ્ટ બિઝનેસ વુમનને સન્માનિત કરાઈ હતી. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં આશરે પાંચ હજાર જેટલી મહિલાઓએ હાજરી આપી. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે અનારબેન પટેલ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ જેસીપી ખત્રી હાજર રહ્યા હતા.

Dsc 7934

આ ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં શિવરાજભાઈ પટેલ, એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળલગ્ન અને બાળ મજુર અટકાયત અધિકારી અનિલાબેન પીપળીયા, પૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, મિસીસ ઈન્ડિયા અર્થે-૨૦૧૮ના સેકન્ડ રનર અપ આશાબેન વઘાસીયા, બ્રહ્મકુમારીના ભારતીદીદી અને અંજૂદીદી, મહિલા અગ્રણી મીતલબેન રાદડીયા, એથ્લેટિકસ સોનલબેન વસોયા, કવિયત્રી દિવ્યાબેન સોજીત્રા, બિઝનેસ વુમન શોભનાબેન શીંગાળા, સ્વામિનારાયણ મંદિરથી કવિતાબેન તથા ચેતનાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Dsc 7940

ખોડલધામ મહિલા સમિતિના વર્ષાબેન રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશ્વ મહિલા દિવસ ખોડલધામ ટ્રસ્ટ હેઠળ ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિનના આયોજન માટે પીએસઆઈ, એએસઆઈ તથા જીપીએસસી, યુપીએસસીની દીકરીઓને જે ડયુટી પર છે તથા એથ્લેટિકસ, કલા ક્ષેત્રની દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્યત્વે અનારબેન પટેલ, સંજય રાવલ, બીનાબેન આચાર્ય તથા યોગીતાબેન ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. જેમણું વકતવ્ય સાંભળી બહેનોને પ્રેરણા મળે કે જેથી સર્વ બહેનો સમાજની જરૂરીયાતો પુરી પાડી પોતાને આગળ વધારી શકે.

Dsc 7956

અબતક સાથેની વાતચીતમાં મોટીવેશ્નલ સ્પીકર સંજય રાવલે કહ્યું હતું કે, મહિલા દિવસ તો રોજ હોય છે પહેલા તો મારું નામ જ હું સંજય મેનાબેન રાવલ તરીકે જ બોલુ છે. મારી બાનું નામ જ લઉ છું, કોઈપણ સફળ પુરુષ પાછળ અથવા નિષ્ફળ પુરુષ પાછળ સ્ત્રી જ હોય છે. સ્ત્રીનું હંમેશા મહત્વ રહ્યું છે. પુરુષ કરતા સ્ત્રીમાં સહન શકિત વધુ હોય છે. આપણા દેશમાં તો વુમન્સ ડે રોજ હોય છે. આજે ખોડલધામ ટ્રસ્ટે ખુબ સરસ આયોજન કર્યું છે. આટલી બધી સ્ત્રીનું સન્માન એક સાથે જે કયું છે તે સરાહનીય છે. તે નારી શકિત બતાવે છે. હું જનરલી એક જ વિષય ઉપર બોલુ છું પણ જયારે આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈ હોય ત્યારે એક સ્ત્રી બાળકના જીવનમાં શું મહત્વનો ભાગ ભજવી શકે એની પર આજે વાત કરીશ.

Dsc 7955

સમાજમાં ફેરફારોની જરૂરીયાત ઉપર વાત કરતા કહ્યું, ‘સમાજને જબરદસ્ત ફેરકારની જરૂર છે. હજી પણ આ પુરુષપ્રધાન જ દેશ ગણાશે. સ્ત્રી કોઈપણ સ્તર હોય પરંતુ અલ્ટીમેટમની પાછળથી હોય પુરુષ જ કયાંક ને કયાંક કંટ્રોલ કરતા હોય છે જેના પર વર્ક કરવાની જરૂર છે. સમય લાગશે પણ ફેરફાર જરૂર આવશે. આજના ૧૦ વર્ષ પછી સમાજમાં સ્ત્રીનું હજી કેટલું મહત્વ હશે તે માટે કહ્યું કે, હવેના ૧૦ વર્ષ પછી ડ્રાસ્ટીક ચેન્જીસ આવશે. સમાજમાં સ્ત્રી ઘણી આગળ વધી રહી છે, તેઓ ખુબ કામ કરી રહી છે. સમાજમાં આવનાર ૧૦ વર્ષમાં સ્ત્રીઓ ઘણું કામ કરશે એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.