Abtak Media Google News

યુવા બોકસરો લવલીના, સોનીયા અને સીમરનજીત કૌરે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પીયન રહી ચૂકેલી મેરી કોમે વર્લ્ડ વુમન બોક્સિગં ચેમ્પીયનશીપની સેમી ફાઈનલમાં જગ્યા મેળવી છે. તેની સાથે અન્ય ત્રણ યુવા બોકસરો પણ કવાર્ટર ફાઈનલ પાર કરી ફાઈનલ તરફ આગળ વધી રહી છે. આ પહેલા મેરીકોમ અને આયરલેન્ડની કેટી ટેલરે ૬-૬ મેડલ જીત્યા હતા. કેટી હવે પ્રોફેશનલ બોકસર બની ચૂકી છે માટે તે ટૂર્નામેન્ટ નથી રમી રહી.

કેટીને બાદ કરતા લવલીના, સોનિયા અને સીમરનજીત કૌરે પણ જીત મેળવી અંતિમ ચારમાં જગ્યા બનવી છે. જયારે ચાર ખેલાડીઓ હારી જતા બહાર થયા હતા. દિલ્હીમાં રમાઈ રહેલી બોક્સિગં ટૂર્નામેન્ટમાં મંગળવારે ૩૫ વર્ષીય મેરી કોમે ચીનની વુ યુને એક તરફી મેચમાં હરાવી સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આવતીકાલે મેરીકોમ સેમી ફાઈનલમાં મેચમાં ઉત્તર કોરીયાની કીમ હયાંગ સામે ટકરાશે. જો કે આ વર્ષે ચીનના ખેલાડીઓ પણ વુમન બોક્સિગંમાં  શારૂ પ્રદર્શન કરી રહ્યાં છે.

ત્યારે લવલીના ઓસ્ટ્રેલીયાની ફ્રાન્સીસ કેઈ સ્કોટને ૫-૦થી માત આપી હતી અને લવલીનાએ મેચમાં ૩૦-૨૭, ૨૮-૨૯ સાથે મેચ જીતી સેમી ફાઈનલમાં પ્રવેશ નિશ્ચીત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.